આમચી મુંબઈ

એકનાથ શિંદેની ફ્લાઇટમાં વિલંબ કિડનીના દર્દી માટે જીવ બચાવનાર બન્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શુક્રવારે રાત્રે જળગાંવથી મુંબઈ જતી ચાર્ટર્ડ ફ્લાઇટમાં વિલંબ એક દર્દી માટે આશીર્વાદ સાબિત થયો, કારણ કે તેના કારણે મુંબઈમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવા કિડની ફેલ્યોરના દર્દીને સમયસર એરલિફ્ટ કરવામાં સફળતા મળી હતી.

અહેવાલો અનુસાર શિંદે મુક્તાઈનગરમાં સંત મુક્તાઈની પાલખી યાત્રા (ધાર્મિક શોભાયાત્રા)માં હાજરી આપવા માટે જળગાંવમાં હતા.
શરૂઆતમાં તેમની ફ્લાઇટના પાયલોટે ડ્યુટી કલાકના નિયમોનું ઉલ્લંઘનનું કારણ આપીને ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમનું મુંબઈ પરત ફરવામાં વિલંબ થયો હતો. પાયલોટે તેમની 9 કલાકની પરવાનગીવાળી શિફ્ટમાંથી 8 કલાક અને 45 મિનિટ પૂર્ણ કરી હતી અને આગળ વધવા માટે અધિકારીઓ પાસેથી મંજૂરીની જરૂર હતી.

જોકે, કંપની અને અધિકારીઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી શિંદેએ રાત્રે 9:45 વાગ્યે જળગાંવ એરપોર્ટથી ઉડાન ભરી હતી.
વિલંબ દરમિયાન શિંદેની ઓફિસને મુંબઈ પરિવહનની તાત્કાલિક જરૂર હોય તેવા દર્દી અંગે વિનંતી કરવામાં આવી હતી. શીતલ બોરાડે નામની દર્દી કિડની ફેલ્યોરથી પીડાતી હતી અને તેની અગાઉની નિર્ધારિત ફ્લાઇટ ચૂકી ગઈ હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેને મધ્યરાત્રિ સુધીમાં હોસ્પિટલ પહોંચવાની જરૂર હતી.

શિંદેના કાર્યાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદન મુજબ દર્દીના પરિવારે જળ સંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજનનો સંપર્ક કર્યો હતો. શિંદેએ તાત્કાલિક પ્રતિસાદ આપીને, બે પાર્ટીના કાર્યકરોને તેમની બેઠકો છોડી દેવાની વ્યવસ્થા કરી જેથી બોરાડે અને તેમના પતિ ફ્લાઇટમાં ચઢી શકે. તેમણે મુંબઈ એરપોર્ટ પર તેમને હોસ્પિટલમાં ઝડપી ટ્રાન્સફર માટે એક ખાસ એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવાનું સુનિશ્ર્ચિત કર્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ મેચ ફિક્સિંગ મામલે રાજનીતી ગરમાઈઃ રાઉત અને ફડણવીસે આપી પ્રતિક્રિયા…

ગિરીશ મહાજને ઉમેર્યું હતું કે, નિયમનકારી વિલંબ ઉપરાંત પાઇલટને એક નાની સ્વાસ્થ્ય સમસ્યા પણ હતી, જે એરક્રાફ્ટ ઓપરેટિંગ કંપની સાથે પરામર્શ કર્યા પછી ઉકેલી લેવામાં આવી હતી.
બોરાડે પરિવારે શિંદેનો સમયસર મદદ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે દર્દીને જરૂરી સારવાર મળી હતી. ‘વિલંબ, જોકે અનિયોજિત જીવન બચાવનાર તકમાં ફેરવાઈ ગયો હતો,’ એમ પાણી પુરવઠા અને સ્વચ્છતા ખાતાના પ્રધાન ગુલાબરાવ પાટીલે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button