મુશ્કેલી અથવા મૂંઝવણની સ્થિતિમાં એકનાથ શિંદે ગામ જાય છે! આ વખતે શું હશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં સરકારની સ્થાપનાની સમસ્યા છે. આ ઉપરાંત રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આવા સમયે સાતારા જિલ્લાના પુત્ર અને રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાતારા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેમને અહીં શાંતિ અને સંતોષ મળે છે. આ ઉપરાંત ખેતરમાં આવ્યા બાદ અલગ ઉર્જા મળે છે. તેથી તેઓ અહીં આવવાનું પસંદ કરે છે. અત્યાર સુધીમાં તેઓ દરેક મુશ્કેલીના સમયે છથી સાત વખત ગામમાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચો : Fact Check મહારાષ્ટ્ર સરકારે વકફ બોર્ડ માટે ૧૦ કરોડ ફાળવ્યા કે નહીં, જાણો હકીકત
રાજ્યની ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મળ્યા બાદ પણ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે મુખ્યપ્રધાન પદ માટે એકનાથ શિંદેનું નામ ચર્ચામાં હતું. પરંતુ મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેથી નારાજ એકનાથ શિંદે ગામડે રહેવા આવ્યા હતા.
અજિત પવાર સરકારમાં જોડાયા પછી તેમની સાથે જ્યારે એકનાથ શિંદેનો વિવાદ થયો ત્યારે પણ તેઓ પોતાના ગામમાં આવીને રહેવાનું નક્કી કર્યું હતું.
થાણેની હોસ્પિટલના પ્રકરણ વખતે પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગામમાં જ હતા અને અહીંથી જ તેમણે તમામ પરિસ્થિતિઓને સંભાળી. જે બાદ તેઓ થાણે જવા રવાના થયા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મુદ્દે મહાયુતિની મડાગાંઠ અકબંધ…
હાલમાં પણ રાજ્યમાં મુખ્ય પ્રધાન કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ગુરુવારે જ દિલ્હીમાં હતા. તેમણે અમિત શાહ સાથે મોડી રાત સુધી ચર્ચા કરી હતી. જે બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા હતા અને આજે બપોરે તેઓ ફરીથી સાતારા જિલ્લાના ડેરે ગામમાં આવી ગયા છે. અત્યારની સ્થિતિમાં તેઓ સાતારા આવ્યા હોવાથી એવી અટકળો લાગી રહી છે કે દિલ્હીની બેઠકમાં એવું કશું થયું છે, જેનાથી તેઓ ખાસા ડિસ્ટર્બ થઈ ગયા છે અને તેથી શાંતિ મેળવવા માટે અહીં આવ્યા છે.