રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આક્ષેપો: તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જાઓ: એકનાથ શિંદે...

રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આક્ષેપો: તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જાઓ: એકનાથ શિંદે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે વિપક્ષ કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહેલા ‘મત ચોરી’ના આરોપોની જોરદાર ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે કોર્ટ અથવા ચૂંટણી પંચનો સંપર્ક કરીને ત્યાં પુરાવા રજૂ કરવા જોઈએ.

શિવસેનાના નેતા શિંદેએ થાણેમાં એક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું કે આવા ‘પાયાવિહોણા દાવાઓ’ કરીને, તેમણે મહારાષ્ટ્રના લોકોનું અપમાન કર્યું છે. ગાંધીએ ગુરુવારે કર્ણાટકના એક મતવિસ્તારમાં મતદાર યાદીઓના વિશ્લેષણનો ઉલ્લેખ કરીને ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે ‘સાંઠગાંઠ સાધીને’ ચૂંટણીમાં ‘મોટી ગુનાહિત છેતરપિંડી’ કરી હોવાનો દાવો કર્યો હતો.

એક દિવસ પછી, તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપે લોકો પાસેથી લોકસભા ચૂંટણીમાં ‘ચોરી’ કરવા માટે સાંઠગાંઠ કરી હતી, અને ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં ‘મત ચોરી’ થઈ હતી. ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (ગયા વર્ષે)ને પગલે કોંગ્રેસની આ શંકાને સમર્થન મળ્યું છે કે ચૂંટણીમાં ‘ચોરી’ થઈ હતી.

આવા આરોપો વિશે પૂછવામાં આવતા, શિંદેએ કોઈનું નામ લીધા વિના, જાહેરમાં ‘પાયાવિહોણા આરોપો’ કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. ‘જો તેમની પાસે પુરાવા હોય, તો તેમણે કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જવું જોઈએ.

https://youtube.com/shorts/WsjSG-BnduU?si=FYzBX6OCT7cxWW8A

સાર્વજનિક રીતે આવા પાયાવિહોણા દાવાઓ કરીને તેમણે મહારાષ્ટ્રના નાગરિકોનું અપમાન કર્યું છે જેમણે મહાયુતિને ચૂંટી કાઢી હતી, તેમજ આપણી બહેનો, ભાઈઓ, ખેડૂતો અને રાજ્યના લોકોનું અપમાન કર્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.

‘મત ચોરી’ (મત ચોરી)એ ‘આપણી લોકશાહી પર અણુ બોમ્બ’ છે, એવો આરોપ ગાંધીએ લગાવ્યા પછી તરત જ કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાને મતદારોની યાદીમાં તેમની દૃષ્ટિએ ‘ખોટા’ મતદારોના નામ શેર કરવા કહ્યું હતું અને ચૂંટણી અધિકારીઓના સહી કરેલ ઘોષણાપત્ર સાથે આ મામલે ‘જરૂરી કાર્યવાહી’ શરૂ કરવા માટે આપવા જણાવ્યું હતું.

ચૂંટણી પંચે શુક્રવારે ગાંધી પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિરસ્ત કરાયેલા ચૂંટણી અનિયમિતતાના જૂના આરોપોને ફરીથી ઉપયોગમાં લેવાનો આરોપ મૂક્યો હતો અને કોંગ્રેસના નેતાને મતદારોની યાદીમાં ખોટી એન્ટ્રીઓ અંગેના તેમના દાવાઓ પર લેખિત ઘોષણાપત્ર આપવા અથવા માફી માગવા જણાવ્યું હતું.

આ પણ વાંચો…રાહુલ ગાંધીને ચૂંટણી પંચે આપ્યો જવાબઃ વેબસાઇટ્સ ચાલુ છે અને…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button