આમચી મુંબઈમહારાષ્ટ્ર

મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…

રાજ્યમાં મહાયુતિની સરકાર આવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો દાવો કર્યો છે કે શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળશે. અસલી શિવસેના તરીકે લોકોએ સ્વીકાર કર્યો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં શિવસેનાનો સ્ટ્રાઈક રેટ 47 ટકા છે, જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) કરતાં ઘણો વધુ છે. શિવસેનાએ જે 13 બેઠકો જીતી હતી. આ લોકસભા ચૂંટણીમાં તેમાંથી 7 બેઠકો પાછી જીતી હતી. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના મતો મેળવ્યા પછી પણ ફક્ત 6 બેઠકો પર જીત મેળવી હતી.

આ પણ વાંચો :જનસન્માન યાત્રા દરમિયાન જનતાને અજિત પવારે આપી આ સલાહ…

જો મહાયુતિ વિધાનસભા ચૂંટણી જીતે તો મહારાષ્ટ્રના સીએમ કોણ બનશે? એવા સવાલનો જવાબ આપતાં શિંદેએ કહ્યું હતું કે મને શું મળશે? તેની ચિંતા કરતા નથી. અમે એક ટીમની જેમ કામ કરી રહ્યા છીએ અને કરતા રહીશું. બેઠકોની વહેંચણી પર તેમણે કહ્યું કે ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. એક મીડિયાના કાર્યક્રમમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, મૂળ પક્ષનું પ્રમાણપત્ર આપનાર ઉદ્ધવ ઠાકરે કોણ છે? લોકસભાની ચૂંટણીમાં વાસ્તવિક શિવસેના કઈ છે તેના પર જનતાએ મંહોર લગાવી દીધી છે.

એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની વિચારધારા છોડી દીધી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ભાજપ અને શિવસેનાને બહુમતી આપી હતી, પરંતુ સ્વાર્થી કારણોસર એમવીએની સરકાર બનાવી હતી. લોકસભા ચૂંટણીમાં મહાયુતિની હાર પર એકનાથ શિંદેએ કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો મેટ્રિક્સ અલગ છે. એમવીએએ અનામત અને બંધારણના નામે ખોટું બોલીને મત મેળવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં આ સ્થિતિ બદલાશે. આ ચૂંટણીમાં લોકો વિકાસને મત આપશે.

આ પણ વાંચો :ઇન્જેક્શન આપી આનંદ દિઘેની હત્યા કરાઇ? શિંદે જૂથના વિધાનસભ્યનો મોટો દાવો…

ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ કૌભાંડો થયા છે. કોવિડ દરમિયાન પણ ખીચડીમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. શિંદેએ કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં મુંબઈના રસ્તાઓ ખાડાઓથી મુક્ત થઈ જશે. અગાઉ ડામર રોડના નામે કૌભાંડો થતા હતા, હવે કોંક્રીટના રસ્તાઓ બની રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાનનું કામ સીએમ ફેસબુક લાઈવ કરવાનું નથી. મહારાષ્ટ્રની લાડકી બહેન યોજના કોની છે? ભાજપ, શિવસેના કે એનસીપી? એવા સવાલના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આવું કહીને અમારા ગઠબંધનમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ યોજનાઓને રોકવા માંગે છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ