આમચી મુંબઈમહારાષ્ટ્ર

યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે CM શિંદેએ શરૂ કરી ઝુંબેશ…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીઓ બારણે છે ત્યારે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી જનકલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચે અને લોકોમાં તેના વિશે જાગરૂકતા ફેલાય એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત મહાયુતિ સરકારની 10 યોજનાઓ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવામાં આવશે.

આ પણ વાંચો : ઠાકરેને પડશે મોટો ફટકો, વિધાનસભામાં શિંદેનું શું થશે? સર્વેના ચોંકાવનારા આંકડા

‘લાડકી બહેન કુટુંબ ભેટ અભિયાન’ આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના 10 કરોડ કરતાં વધુ કુટુંબ સાથે સંપર્ક સાધી તેમના સુધી યોજનાઓ પહોંચી અને યોજનાઓ વિશે તેમને માહિતી આપવાનું લક્ષ્ય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ‘મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના’ને પગલે મહાયુતિમાં તું-તું-મૈં-મૈં ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. અજિત પવાર જૂથ દ્વારા કરાતી આ યોજનાની જાહેરાતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ફોટો કે નામ ન હોવાને પગલે શિવસેનાના નેતા દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

જેને પગલે યોજનાઓ વિશે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે અને તેમનામાં જાગરૂકતા ફેલાય એ હેતુથી ‘લાડકી બહેન કુટુંબ ભેટ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

સોમવારે આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન શિંદેએ જણાવ્યું હતું કે અમારા પક્ષના કાર્યકર્તાઓ ‘મુખ્યમંત્રી લાડકી બહેન યોજના’, ‘મુખ્યમંત્રી યુવા પ્રશિક્ષણ યોજના’ જેવી દસ યોજનાઓ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવશે.

આ પણ વાંચો : ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ આજથી શરૂ થશે

આ અભિયાનને પગલે મહારાષ્ટ્રના પાત્ર કુટુંબોને તેનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવશે અને એ સાથે જ જો તેમને લાભ મેળવવામાં મુશ્કેલી નડી રહી હોય તો તેની નોંધ લઇ તેના ઉપાય સૂચવવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button