આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…

મુંબઈ: રાજ્યમાં હજી પણ લાડકી બહેન યોજનાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને આ યોજનામાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ મહિલાને પાત્ર માનવામાં આવી છે. આ યોજનાની અરજીઓ કરતી વખતે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. સાતારામાં એક જ વ્યક્તિએ 30 જણના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને 30 ફોર્મ ભર્યા હતા. પનવેલમાં એક વ્યક્તિએ એક જ મહિલાના અલગ અલગ પોશાકમાં ફોટા પાડીને ફોર્મ ભર્યા છે. આ બનાવોને પગલે મુખ્ય પ્રધાને ઉપરોક્ત ચેતવણી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેએ વચન પાળ્યું: લાડકા ભાઈઓના ખાતામાં 10મી સુધી પૈસા આવશે

તેમણે મુંબઈમાં કહ્યું હતું કે લાડકી બહેન યોજના ગરીબ સામાન્ય કુટુંબની મહિલાઓ માટે છે અને તેમાં ગેરરીતિ આચરનારાને જેલમાં નાખવામાં આવશે. આ યોજનામાં કોઈ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ