બહુ ઉડી રહ્યા છે એકનાથ શિંદે…. બધાને પાછળ છોડી દીધા
મુંબઇઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. રાજકીય પક્ષો પાસે મતદાતાઓ સુધી પહોંચવા માટે હવે ઘણો થોડો સમય બચ્યો છે. આવા સંજોગોમાં ઓછા સમયમાં વધુ સ્થળોએ પહોંચવા માટે નેતાઓ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ આવતા મહિનાની 20 તારીખ સુધી હેલિકોપ્ટરના બુકીંગ કરાવી દીધા છે. જોકે હેલિકોપ્ટર બુકીંગના મામલે ભાજપ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સૌથી આગળ છે. ભાજપ અને શિંદે સેનાએ 20 મે સુધી ડબલ એન્જિનવાળા 2-2 હેલિકોપ્ટર બુક કર્યા છે. બીજા અને ત્રીજા નંબરે કૉંગ્રેસ અને એનસીપીએ સિંગલ એન્જિનવાળા 1-1 હેલિકોપ્ટર બુક કર્યા છે. વિસ્તારની દ્દષ્ટિએ જોઇએતો મહારાષ્ટ્ર દેશનું ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને દરેક નેતા પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે.
ફ્લાઇટ ભાડે લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. એક હેલિકોપ્ટર કંપનીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનવાળા એક હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું ચારથી પાંચ લાખરૂપિયા અને સિંગલ એન્જિનવાળા હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું બેથી અઢી લાખ રૂપિયા હોય છે. પાર્ટીઓએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવેમ્બર-ડિસેમ્બરથી જ હેલિકોપ્ટર બુક કરાવી દીધા છે.
નોંધનીય છે કે મહાયુતિમાં સીટોની વહેચણીનો વિવાદ હજી સુધી ઉકેલાયો નથી.