આમચી મુંબઈ

ખેડૂત પરિવારમાં લગ્ન ખર્ચ સહિત અનેક રાહતની શિંદેની ઘોષણા…

થાણા: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સોયાબીન, મકાઈ, કપાસ, ડાંગર અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક પાકની લણણી કરવાની છે તો કેટલાકની લણણી થઈ ગઈ હોવાથી વરસાદના કારણે ભીંજાવા લાગી છે, તો ઘણી જગ્યાએ પાકને ફણગો ફૂટ્યો હોવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે. આ પૃષ્ઠભૂમિમાં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ખેડૂતોને રાહત આપતી મોટી જાહેરાત કરી છે.

ભગવાન વિઠ્ઠલની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ શુક્રવારે સાંજે થાણાના પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર ઉપવનઘાટ ખાતે કરવામાં આવ્યું ત્યારે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપતી વખતે મોટી જાહેરાત કરી હતી.

આ પ્રસંગે પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈક, સંસદસભ્ય નરેશ મ્હસ્કે, પૂર્વ વિધાન સભ્ય રવિન્દ્ર ફાટક, યુવા સેનાના કાર્યકારી પ્રમુખ પૂર્વેશ સરનાઈક સહિત અનેક મહાનુભાવો અને નાગરિકો હાજર રહ્યા હતા. મહા યુતિ સરકારે વારકરી સમુદાયની યાત્રાને ગ્રાન્ટ, વીમા અને વાહન ટોલ મુક્તિ આપી છે. પંઢરપુરમાં સ્વચ્છતા, પાણી, મોબાઈલની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થાય છે તેમને તો સરકાર મદદ કરશે જ, પરંતુ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે એમના લગ્ન પૈસાના અભાવે નહીં થાય એવું નહીં બને. લગ્નનો તમામ ખર્ચ શિવસેના ઉઠાવશે એવી સ્પષ્ટતા કરી શિંદેએ ઉમેર્યું હતું કે મહાયુતિ સરકારે ખેડૂતોની લોન માફ કરવાનો પણ નિર્ણય લીધો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 101 ગાયનું દાન કરવા બદલ પ્રતાપ સરનાઈકની નાયબ મુખ્યપ્રધાને પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો…પ્રસ્તાવિત કૃષિ લોન માફી: રાજ્ય સરકાર પર 25 હજાર કરોડનો બોજો આવશે…

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button