એકનાથ શિંદેએ રાજ્યના મંદિરોમાં આ અભિયાન હાથ ધરવાની કરી અપીલ
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અનુસાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પાર્શ્વભૂમિ પર સમગ્ર રાજ્યમાં મંદિર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે એવી ઘોષણા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે થાણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પગલે ચાલી મુખ્ય પ્રધાને પ્રાચીન કૌપીનેશ્વર મંદિરની સ્વચ્છતા કરી આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સ્વચ્છતા અંતર્ગત અભિયાનમાં એકનાથ શિંદે શનિવારે થાણે સ્થિત પ્રાચીન કૌપીનેશ્વર મંદિર સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો.
અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પ્રશ્વભૂમિ પર દેશના સર્વ નાગરિકોએ સર્વ તીર્થ ક્ષેત્ર તેમજ મંદિરોમાં 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની અપીલ કરી છે.
એના અનુસાર સમગ્ર રાજ્યમાં મંદિર સ્વચ્છ કરવાનું અભિયાન કરવામાં આવશે એમ મુખ્ય પ્રધાને જણાવ્યું છે. થાણે શહેરના મંદિરો સ્વચ્છ કરવાની સાથે સાથે એ ઠેકાણે રોશની કરવાની સૂચના પણ પાલિકા આયુક્તને આપવામાં આવી છે.