ફનેલમાં રિડેવલપમેન્ટને ગતિ આપવા ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારા: એકનાથ શિંદે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારો કરીને એરપોર્ટના ફનેલ ઝોનમાં ઊંચાઈના નિયંત્રણને કારણે અટકી પડેલા રિડેવલપમેન્ટને ગતિ આપવાનો નિર્ણય લીધો છે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં બુધવારે જણાવ્યું હતું.
શિંદેએ કહ્યું હતું કે સાંતાક્રુઝ, વિલે પારલે અને કુર્લા વિસ્તારમાં કેટલાક સ્થાન ફનેલ ઝોનમાં આવે છે અને તેથી ઊંચાઈ પરના નિયંત્રણોને કારણે રિડેવલપમેન્ટના પ્લાન છેલ્લા કેટલાક વર્ષોથી અટકી પડ્યા છે. સરકારે બૃહન્મુંબઈ ડેવલપમેન્ટ ક્ધટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર)-2034માં વિશેષ જોગવાઈ કરીને નિયંત્રણો હળવા કર્યા છે.
ફનેલ ઝોનમાં ઊંચાઈની મયાજ્ઞદાને કારણે જૂની ઈમારતોના રિડેવલપમેન્ટ તેમને મળતી પૂર્ણ ક્ષમતા (એફએસઆઈ, પ્રિમિયમ એફએસઆઈ અને ટીડીઆર સાથે) સુધી થઈ શકતા નહોતા. એરપોર્ટ ફનેલ ઝોન સહિતના ઊંચાઈની મર્યાદાના ક્ષેત્રમાં રિડેવલપમેન્ટ સંબંધી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
આઈકોનિક બિલ્ડિંગ માટે નવી નીતિ: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આઈકોનિક બિલ્ડિંગો બાંધવાને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ ઘડી છે, જેનાથી શહેરના સૌંદર્યમાં વધારો થશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
બ્રિટિશ કાળની કેટલીક આઈકોનિક ઈમારતોએ મુંબઈને અલગ ઓળખ આપી છે. આ વારસાને જાળવી રાખવા માટે અને આર્કિટેક્ચરની દૃષ્ટિએ અલગ પડતી ઈમારતોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ નીતિ તૈયાર કરવામાં આવી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે મુંબઈના વર્તમાન ડીસીપીઆરમાં આવી રીતે અલગ પડતી આઈકોનિક ઈમારતોના બાંધકામમાં અનેક અવરોધો આવી રહ્યા હતા.
આ પણ વાંચો : કુણાલના ‘કારનામા’: શિંદે જ નહીં, આ અગાઉ અનેક વિવાદોમાં ફસાયો છે કામરા…
નવી મુંબઈમાં પ્લોટ હોલ્ડરને 12.5 ટકાની યોજનામાં રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં રિડેવલપમેન્ટને ગતિ આપવાના હેતુથી કરવામાં આવેલા સુધારામાં મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યું હતું કે 12.5 ટકાની યોજના હેઠળ કરવામાંં આવતા રિડેવલપમેન્ટમાં સ્ટિલ્ટ પાર્કિંગને પરવાનગી અપાયેલી ઊંચાઈની મર્યાદામાંથી બાકાત રાખવામાં આવશે.
સિડકોની 12.5 ટકાની યોજના 1994માં લાગુ કરવામાં આવી હતી, આમાં વિકસિત જમીનના 12.5 ટકા ઘર પીએપી (પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ) ને તેમની હસ્તગત કરવામાં આવેલી જમીનના બદલામાં આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે 12.5 ટકાની ઈમારતોનું રિડેવલપમેન્ટ અટકી પડ્યું છે, કેમ કે અત્યારના નિયમોમાં બાંધકામની ઊંચાઈમાંથી સ્ટિલ્ટ પાર્કિંગને બાકાત રાખવાની જોગવાઈ નથી. આ જોગવાઈને યુનિફાઈડ ડેવલપમેન્ટ ક્ધટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (યુડીસીપીઆર)માં સમાવિષ્ટ કરવામાં આવશે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.