આમચી મુંબઈ
લોઅર પરેલમાં દિવાલ તૂટી પડતા આઠ વર્ષની બાળકીનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલમાં દીપક સિનેમા નજીક એક ગાળાની દીવાલ તૂટીને બાજુમાં રહેલા ઝૂપડાં પર પડતા આઠ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત ગંભીર
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ લોઅર પરેલમાં એન.એમ.જોશી માર્ગ પર ઈન્ડિયા બુલ નજીક એક ગાલાનો ભાગ તૂટીને બાજુમાં આવેલા ઝૂંપડા પર પડ્યો હતો, જેને કારણે ઝૂંપડામાં રહેલી આઠ વર્ષની રેણુકા કાલસ્કરનું મૃત્યુ થયું હતું. તો ૬૫ વર્ષના સિનિયર સિટિઝન જયશ્રી પવાર જખમી થયા હતા, તેમને હૉસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.