આમચી મુંબઈ

શિવસેનાના ગુમ પદાધિકારીને શોધવા પોલીસની આઠ ટીમ તૈયાર: ચાર જણ તાબામાં

પાલઘર: છેલ્લા 10 દિવસથી ગુમ શિવસેનાના પદાધિકારી અશોક ધોડીને શોધવા માટે પોલીસની આઠ ટીમ તૈયાર કરવામાં આવી હોઇ આ પ્રકરણે ચાર જણને તાબામાં લેવાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

એકનાથ શિંદે જૂથની શિવસેનાના દહાણુ વિધાનસભા મતક્ષેત્રના કોઓર્ડિનેટર અશોક ધોડી 20 જાન્યુઆરીએ ગુમ થયો હતો. પોલીસ ટીમ ધોડીને શોધ ચલાવી રહી છે, પણ તેમનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે આ પ્રકરણે ચાર શકમંદને તાબામાં લેવાયા છે, જેમાંના ત્રણ વિરુદ્ધ ગુન દાખલ છે.

ધોડીને શોધવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત આઠ ટીમ તૈયાર કરવામાં આવી છે. પોલીસ ટેક્નિકલ ડેટા, ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સ અને તાબામાં લેવાયેલા શકમંદો પાસેથી મળેલી માહિતી પર આધાર રાખી રહી છે. જોકે એક શકમંદ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા બાદ સમસ્યા ઊભી થઇ છે.

પ્રારંભિક તપાસ સૂચવે છે કે ધોડીનું ગુમ થવું તેના પરિવારમાં મિલકત સંબંધી વિવાદ સાથે જોડાયેલું હોઇ શકે છે. ધોડીને છેલ્લા 20 જાન્યુઆરીએ ઘોલવડથી દહાણુ જતો જોવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…CBIને મળી મોટી સફળતા; વિદેશ ભાગી ગયેલા 2 વોન્ટેડ આરોપીઓને પરત લાવવામાં આવ્યા

ધોડી સાંજે ચાર વાગ્યે દહાણુ પહોંચ્યો હતો અને સાંજે 6 વાગ્યે પાછો ઘોલવડમાં જોવા મળ્યો હતો. ધોડીની પત્નીને અમુક વ્યક્તિઓની સંડોવણીની શંકા ગયા બાદ આ પ્રકરણે ઘોલવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 
(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button