આમચી મુંબઈમહારાષ્ટ્ર

મીરા ભાયંદરની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત કરવાના પ્રયાસ શરૂ

મીરા-ભાયંદર: મીરા-ભાયંદર પાલિકા વિસ્તારની આરોગ્ય સેવાઓ હવે વધુ મજબૂત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના 15મા નાણાપંચ હેઠળ મુખ્યત્વે શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રાથમિક આરોગ્ય સંભાળને મજબૂત કરવા માટે 2021-22થી 2025-26 વચ્ચે વિવિધ પાંચ-વર્ષીય પહેલ ચલાવવામાં આવી રહી છે. આ પહેલ હેઠળ મહાનગરપાલિકાને ગઈકાલે 35 નાગરિક આરોગ્ય સંવર્ધન કેન્દ્રો શરૂ કરવા માટે મંજુરી મળી છે, જેમાંથી પાંચ નવા નાગરિક આરોગ્ય સંવર્ધન કેન્દ્રો શરૂ કરવા અંગે પાલિકાએ વહીવટીતંત્રે માહિતી આપી છે.

મીરા-ભાયંદર પાલિકા વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સારવાર આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા આવા કુલ 35 સિવિલ હેલ્થ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે, જેમાં વર્ષ 2021-22 માટે 11 અને 24 વર્ષ 2022-23. વર્ષ 2021-22 માટે મંજૂર થયેલા 11 કેન્દ્રોમાંથી મહાનગરપાલિકાએ પાંચ નવા કેન્દ્રો શરૂ કર્યા છે.

સબ-સેન્ટર અને ફરતું દવાખાનું પણ ઉપલબ્ધ

ભાઈંદર પશ્ર્ચિમના ઉત્તન પાલીમાં આવેલી પાલિકા સ્કૂલ અને મોરવામાં પાલિકાની સ્કૂલ, ભાયંદર ઈસ્ટના ઈન્દ્રલોક કેમ્પસના રિઝર્વેશન નંબર 225, મીરા રોડના શાંતિ નગર અને ઘોડબંદર રોડ પર કાજુ પાડાની પાલિકાની સ્કૂલના નાગરિક આરોગ્યવર્ધિની સેન્ટરનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો બપોરે 2થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જેમાં બહારના દર્દીઓની સેવાઓ (ઓપીડી), લેબોરેટરી પરીક્ષણો, ટેલી-ક્ધસલ્ટન્સી, સગર્ભા માતાઓની તપાસ, રસીકરણ અને આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11માંથી બે કેન્દ્રો પર કામ શરૂ થઈ ગયું છે અને એક કેન્દ્ર માટે જગ્યાની શોધ ચાલી રહી છે. બીજા તબક્કામાં, આરોગ્ય વિભાગે 24 કેન્દ્રો માટે લોકેશન શોધવા માટે જાહેર બાંધકામ વિભાગ સાથે પત્રવ્યવહાર કર્યો છે. હાલમાં શહેરમાં મહાનગરપાલિકાના 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આ સિવાય સબ-સેન્ટર અને ફરતું દવાખાનું ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 11માંથી પાંચ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, તેથી શરૂઆતમાં પાંચ નવા નાગરિક આરોગ્યવર્ધિની કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાને અનેક વખત એમબીબીએસ તબીબો ઉપલબ્ધ ન હોવાના કારણે સરકારે બીએએમએસ તબીબોની નિમણૂક કરવા મહાનગરપાલિકાને મંજૂરી આપી છે. જેના કારણે ટૂંક સમયમાં મહાનગરપાલિકાને પૂરતા તબીબો ઉપલબ્ધ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker