આમચી મુંબઈ
નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ ચાલુ છે: ઉદય સામંત

નાગપુર: શિવસેનાના નેતા અને રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન ઉદય સામંતે મંગળવારે કહ્યું હતું કે કેબિનેટમાં સ્થાન ન મળવાને કારણે નારાજ પાર્ટીના નેતાઓને શાંત પાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. સામંતે કહ્યું હતું કે પ્રધાનપદું ન મળવાને કારણે કેટલાક લોકોમાં નારાજી છે. અમે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ એક પરિવારની જેમ કામ કરીએ છીએ. કેબિનેટમાં સ્થાન ન મળવાને કારણે નારાજી હોઈ શકે છે.
Also read: થાણેમાં ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરાયા
જે પ્રધાન બને તેમની જવાબદારી છે કે નારાજી દૂર કરવી. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તાનાજી સાવંત હોય કે વિજય શિવતારે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમને મનાવી લેશે. જો અમે બે-ત્રણ મહિનામાં સારું કામ નહીં કરીએ તો અમને પ્રધાન બનાવનારા એકનાથ શિંદે અમારું પ્રધાનપદ પાછું લઈ લેશે.