આમચી મુંબઈ

વાતાવરણમાં પલટોઃ ખુશનુમા સવારને બદલે મુંબઈમાં ઢાકલું

મુંબઇઃ દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હાલમાં હવામાનની પેટર્ન બદલાઇ ગઇ છે. બદલાયેલા હવામાનની અસર મુંબઈ પર પડી રહી છે. હવામાં ભેજને કારણે શુક્રવારે મુંબઈ શહેર અને ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મુંબઇમાંથી ઠંડી તો જાણે ગાયબ જ થઇ ગઇ હતી. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે શનિવારે પણ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના પરિણામે તાપમાનમાં વધારો અને ઠંડીમાં ઘટાડો જોવા મળશે.

હવામાનશાસ્ત્રી માણિકરાવ ખુળેએ જણાવ્યું હતું કે વિદર્ભ સિવાય, શનિવારે રાજ્યમાં હવામાન વાદળછાયું રહેશે અને ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મુંબઈની સાથે રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, ધારાશિવ, લાતુર જિલ્લામાં આ અસર જોવા મળશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 21 ની વચ્ચે રહેશે. આ બંને તાપમાન સરેરાશ કરતા લગભગ બે ડિગ્રી વધુ છે.

Also Read – રાજ્યની શાળાઓમાં 18, 19 નવેમ્બરના રોજ ચૂંટણીને કારણે રજા નહીં અપાય, શિક્ષણ કમિશનરની સ્પષ્ટતા

પૂર્વીય પવનની અસરને દક્ષિણના રાજ્યમાં હાલમાં વરસાદની સ્થિતિ છે. વરસાદની અસરને કારણે 17 નવેમ્બરથી દક્ષિણના ચાર રાજ્યોમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થશે, જેને કારણે 17 નવેમ્બરથી સમગ્ર મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે ઠંડી વધતી જશે અને કોંકણ તેમજ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ સાફ થઈ જશે.

Also Read – સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! ગુજરાતમાં ઠંડી અંગે Ambalal Patelએ કરી આ આગાહી

દરમિયાન આજે સવારે મુંબઈમાં 29 ડિગ્રી તપામાન અને હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી નોંધાઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button