Education Minister Dada Bhuse malegao school visit
આમચી મુંબઈ

ખાતું મળ્યા બાદ બધા પ્રધાનો પહોંચ્યા મંત્રાલય, પણ શિક્ષણ પ્રધાન તો અહીંયા પહોંચી ગયા…

મુંબઈઃ ભારે મહેનત બાદ આખરે ફડણવીસ સરકારમાં ખાતાની વહેંચણી થઈ છે. સરકાર બન્યા પછીના પહેલા વિધાનસભા સત્રના છેલ્લા દિવસે પ્રધાનોને ખાતાની ફાળવણી થતા ફડણવીસ સરકારની ટીકા તો થઈ રહી છે. વળી, હજુ નારાજગીના સૂરો સંભળાયા જ કરે છે.

આ પણ વાંચો : દેશમાં ગૃહ નિર્માણ ક્ષેત્રે ‘મુંબઈ’ મોખરેઃ કેટલું થાય છે રોકાણ?

દરમિયાન એક પ્રશંસાપાત્ર કહી શકાય તેવી વાત બહાર આવી છે. ખાતું મળતા જ આજે પહેલા દિવસે સોમવારે મોટા ભાગના તમામ પ્રધાનો મંત્રાલયમમાં જોવા મળ્યા હતા ત્યારે શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ ગાડી સીધી શાળા તરફ દોડાવી હતી અને તેઓ માલેગાંવની શાળાએ પહોંચી ગયા હતા. તેમણે માલેગાંવ તાલુકાની શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે બેઠકમાં તેમણે વિદ્યાર્થીઓ પાસેથી વાંચન કરાવ્યું હતું. શિક્ષકોની સમસ્યાઓ જાણી. શાળામાં સુવિધાઓની સમીક્ષા કરી હતી.

પ્રધાનોએ શપથ લીધા બાદ દસેક દિવસ બાદ તેમને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. નાગપુરના શિયાળુ સત્રના છેલ્લા દિવસે પ્રધાનાને ખાતા સોંપવામાં આવ્યા હતા. તે રીતે જોતા આજે શિક્ષણ પ્રધાન તરીકે તેમનો પહેલો દિવસ કહેવાય. ત્યારે પહેલા જ દિવસે ઓફિસમાં બેસીને ફાઈલો સાઈન કરવાને બદલે તેમણે એક સરકારી સ્કૂલની મુલાકાત લઈ નવો ચિલો ચાતર્યો છે.

અહીં વિદ્યાર્થીઓની વાંચનશક્તિ ચકાસી, તેમની પાસે મરાઠી અને અંગ્રેજી ભાષામાં વાંચન કરાવ્યું અને ત્યારબાદ શિક્ષકો સાથે પણ વાતચીત કરી.

આ પણ વાંચો : સમજણના અભાવે ધર્મના નામે અત્યાચાર થતા હોવાનું ભાગવતનું નિવેદન…

શિક્ષણ પ્રધાને વાયદાઓ તો કર્યા

બધા પ્રધાનોની જેમ દાદા ભૂસેએ પણ શિક્ષણમાં સુધારો લાવવાની વાત કરી. સુવિધા અને શિક્ષણમાં સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલો કરતા સારી થશે અને એક વર્ષમાં શિક્ષણના ક્ષેત્રે પરિવર્તન આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. જોકે આવા વાયદાઓ વચ્ચે સરકારી સ્કૂલો બંધ થતી જાય છે અને માતા-પિતા ખાનગી સ્કૂલોની લૂંટ સહન કરવા મજબૂર બનતા જાય છે તે હકીકત છે. ત્યારે રાજ્યના નવા શિક્ષણ પ્રધાન ખરેખર માતા-પિતા અને વિદ્યાર્થીઓને રાહત આપે તે જરૂરી છે.

Back to top button