એફસીઆરએ કેસમાં મહારાષ્ટ્ર સ્થિત ટ્રસ્ટ અને યમનના નાગરિક સામે ઇડીની રેઇડ

મુંબઈ: મહારાષ્ટ્ર સ્થિત ટ્રસ્ટ વિરુદ્ધ એફસીઆરએ ‘ઉલ્લંઘન’ કેસ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે એક ડઝન સ્થળે રેઇડ પાડવામાં આવી હતી.
જામિયા ઇસ્લામિયા ઇશાતુલ ઉલુમ (જેઆઇઆઇયુ) ટ્રસ્ટ, યમનના નાગરિક અલ-ખદામી ખાલેદ ઇબ્રાહિમ સાલેહ તથા અન્યોના કેસમાં નંદુરબાર જિલ્લામાં તથા મુંબઈમાં સ્થિત પરિસરોમાં આ રેઇડ પાડવામાં આવી હતી.
ઇડીની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ ચાલી રહી છે. આ તપાસ નંદુરબાર પોલીસ (અક્કલકુવા પોલીસ સ્ટેશન) દ્વારા દાખલ કરાયેલા એફઆઇઆર અને બાદમાં એપ્રિલ, 2025માં આરોપીઓ વિરુદ્ધ દાખલ આરોપનામા પરથી શરૂ થઇ છે.
ગૃહ મંત્રાલયે 15 જુલાઇ, 2024ના રોજ પોતાના આદેશ દ્વારા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) હેઠળ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યું હતું, કારણ કે તે અન્ય નોન-એફસીઆરએે રજિસ્ટર્ડ એનજીઓને વિદેશી ભંડોળમાંની રકમ પૂરી પાડતું હતું, એવું જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)



