આમચી મુંબઈમહારાષ્ટ્ર

હેં…મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી આવશે ભુકંપઃ આ નેતાના પક્ષ પર તોળાઈ રહ્યું છે જોખમ

મુંબઈઃ લાલો લાભ વિના ન લોટે, તેમ રાજકારણીઓ પણ જ્યાં તક હોઈ ત્યાં પહોંચી જાય. વર્ષોથી એક પક્ષમાં હોય, પછી ચૂંટણી પહેલા જ્યાં લાભ દેખાય ત્યાં જાય, પછી ખબર પડે કે હવે અહીં નહીં ત્યાં રહેવામાં શાણપણ છે તો કોઈજાતના છોછ વિના ફરી ત્યાં જાય. હાલમાં મહરાષ્ટ્રનું ચિત્ર કંઈક આવું જ છે. વર્ષ 2022 અને 2023માં રાજ્યમાં બે પ્રાદેશિક પક્ષ શિવસેના અને એનસીપીમાં ભંગાણ પડતા તે બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી.

મહારાષ્ટ્રમાં તો એક બે વિધાનસભ્યો કે સાંસદો નહીં એક સાથે 41 વિધાનસભ્યએ નવો પક્ષ બનાવી બગાવત કરી હતી. શરદ પવારની એનસીપીમાં ભંગાણ થયું ને 2023માં અજિત પવારે નવો પક્ષ બનાવ્યો હતો અને ભાજપ અને શિવસેના સાથે મહાયુતિમાં સરકારમાં પણ જોડાયા હતા.

જોકે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથના પાંચમાંથી એક જ સાંસદ ચૂંટાઈ આવતા અને સામે પક્ષે શરદ પવારના જૂથમાં આઠ સાંસદ ચૂંટાઈ આવતા તેમ જ ઈન્ડિયા ગઠબંધનને મહારાષ્ટ્રમાં સારો પ્રતિસાદ મળતા હવે નેતાઓ ફરી મૂશળ પક્ષ તરફ વળે તેવી પૂરી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકના સમયમાં જ યોજાશે. તે પહેલા શરદ પવારની પાર્ટીએ ફરી એકવાર દાવો કર્યો છે કે અજિત પવાર જૂથના ઘણા વિધાનસભ્યો તેમની સાથે જોડાવાની કોશિશ કરી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીનું મનોબળ છેલ્લી લોકસભા ચૂંટણીમાં 8 લોકસભા બેઠકો જીત્યા બાદ ઊંચું છે. આવામાં શરદ પવારે કહ્યું છે કે આગામી સમયમાં 18થી 19 જેટલા વિધાનસભ્યો અમારી સાથે જોડાઈ શકે છે.

આ પણ વાંચો: BJP Vs NCP: પુણેના અકસ્માત મુદ્દે ભાજપ અને અજિત પવારની પાર્ટી સામસામે

જો કે, શરદ પવારે કહ્યું કે તે તમામ ધારાસભ્યોને સામેલ કરતા પહેલા તેઓ તેમના સાથીઓની સલાહ લેશે. ત્યાર બાદ જ અમે નિર્ણય લઈશું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) શરદ પવાર જૂથમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સૂર્યકાંત પાટીલની વાપસી દરમિયાન પવાર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જે પણ વિધાનસભ્ય ગયા છે જો તે પણ પાર્ટીમાં જોડાશે તો પાર્ટી વધુ મજબૂત બનશે. જોકે જે પક્ષમાં રહીને પણ પક્ષનું નુકસાન કરે છે, તે વિધાનસભ્યોને પાછા લેતા પહેલા વિચાર કરવો પડશે. પક્ષના કાર્યકરોની લાગીણીને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગયા વર્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક તરફ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં ભાગલા પડી ગયા હતા, તો બીજી તરફ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીમાં ભાગલા પડ્યા હતા. બે જગ્યાએ પાર્ટી બળવાખોર નેતાઓ પાસે ગઈ હતી. પરંતુ છેલ્લી લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને જીત મળી હતી જ્યારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.

લોકોના આવા જ સેન્ટિમેન્ટ્સ રહ્યા તો વિધાનસભામાં પણ આવા પરિણામોની શક્યતા છે, આથી વિધાનસભ્યો પોતાનું ભવિષ્ય જોઈ નિર્ણય લેશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker