આમચી મુંબઈ

New year celebration: મુંબઇમાં નવા વર્ષની ઉજવણીની કમાણી 900 કરોડથી વધારે… વેપારીઓની ચાંદી

મુંબઇ: 2023ને બાય બાય કહી લોકોએ ઉત્સાહ ભેર નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું હતું. ગઇ રાલે આખા દેશમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી થઇ. આ બધાની વચ્ચે મુંબઇના વેપારીઓ માટે નવા વર્ષની ઉજવણી ફળદાયી નીવડી છે. મુંબઇમાં નવા વર્ષના સ્વાગતનું બજાર 900 કરોડ રુપિયાનું હોવાની જાણકારી અખિલ ભારતીય વેપારી મહાસંઘ દ્વારા આપવામાં આવી છે. નવા વર્ષની ઉજવણીના ભાગ રુપે વિવિધ માધ્યમોમાં થયેલ ખરીદીને કારણે વેપારીઓને મોટો ફાયદો થયો છે.
ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ક્રિસમસ અને વર્ષને અલવિદા કહેવાનો સમય. આ સમયે નવા વર્ષના સ્વાગત માટે ઠેર ઠેર કાર્નિવલ જેવું વાતાવરણ હોય છે. નવા વર્ષની ઉજવણીના ભાગરુપે ઘરમાં સજાવટ કરવામાં આવે છે. વિવિધ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. લોકો હરવા ફરવા માટે ઘરની બહાર નીકળે છે. ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેને માટે ખર્ચો થતો હોય છે. ત્યારે આ વર્ષે લોકોએ નવા વર્ષના સ્વાગતમાં મન મૂકીને પૈસા ખર્ચ્યા હોવાનું વેપારી મહાસંઘે જણાવ્યું હતું.


વેપારી મહાસંઘના કહેવા મુજબ ક્રિસમસ પહેલાં જ બજારમાં સારી ઉથલ પાથલ શરુ થઇ ગઇ હતી. મુંબઇ શહેર, ઉપનગર અને થાણેમાં નવા વર્ષની ઉજવણીના ભાગ રુપે કપડાંની ખરીદી, ગૃહ સજાવટની સામગ્રી, લાઇટીંગ્સ વગેરેની ધૂમ ખરીદી થઇ હતી.
સ્ટાર શેપની લાઇટીંગ 30 થી 40 રુપિયાથી 500 રુપિયાની કિંમતની હતી. જેની બજારમાં ખૂબ માંગણી હતી. ચોકલેટના આકર્ષક પેક, વિવિધ પ્રકારના કેક, પેસ્ટ્રી વગેરેનું બજાર અઠવાડીયા પહેલાંથી જ ઘમઘમી ઉઠ્યૂં હતું. નવા વર્ષના સ્વાગત માટે રવિવારે અનેક ઘરોમાં અને સોસાયટીના ટેરેસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ વેપારીઓની ધૂમ કમાણી થઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button