આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોલો, ગણપતિમાં આ કામ કરીને કમાવો પૈસા…

પુણેઃ હાલમાં રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે અને દોઢ, દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસના ગણપતિ, ગૌરી ગણપતિનું વિસર્જન પણ થઈ ગયું. હવે અનંત ચતુર્થીના દિવસે થનારા વિસર્જન તરફ લોકોની નજરો મંડાયેલી છે. આ વિસર્જન દરમિયાન પૈસા કમાવવાની તક સામે ચાલીને આવે છે. વિસર્જન દરમિયાન લોકો મનમૂકીને ડાન્સ કરે છે અને બસ આ જ ડાન્સ તમને પૈસા કમાવી આપશે અને આવા મતલબની જાહેર ખબર પણ અખબારમાં છપાઈ છે.

આપણે બધાએ અત્યાર સુધીમાં અખબારમાં જાત જાતની જાહેરખબર જોઈ હશે. પણ આજે આપણે અહીં એક એવી જાહેરાત વિશે વાત કરવાના છીએ કે જે તમે ક્યારેય વાંચી સુધી નહીં હોય. આ જાહેરાત કોણે છાપી છે એનું નામ નથી આપવામાં આવ્યું. પણ જાહેરાત એટલી મજેદાર છે કે લોકો સોશિયલ મીડિયા પર એના વિશે જ વાત કરી રહ્યા છે.

મરાઠી અખબારમાં ટચુકડી જાહેર ખબરમાં નોકરીના ટાઈટલ હેઠળ છપાયેલી આ જાહેરાતમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભોસરી ખાતે 27મી સપ્ટેમ્બર એટલે કે આવતી કાલે ગણપતિ વિસર્જનના દિવસે શોભાયાત્રામાં ડાન્સ કરવા માટે 18થી 30 વર્ષની વયના યુવક-યુવતીઓની જરૂર છે. એટલું જ નહીં ઈચ્છુક લોકોને આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનું પણ જણાવામાં આવ્યું છે.એટલું જ નહીં પણ પાંચ કલાક ડાન્સ કરવા માટે 300 રૂપિયાનું મહેનતાણું ચૂકવવાની ઓફર પણ કરવામાં આવી છે.

આ વિચિત્ર જાહેરાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. કેટલાય લોકો આ જાહેરાતનો ફોટો શેર કરી રહ્યા છે, સર્ચ કરી રહ્યા છે. એટલું જ નહીં આ વિચિત્ર જાહેર ખબર પર લોકો લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

આ પોસ્ટ @PuneriSpeaks નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પુણેની વાત કરીએ તો અહીંની જાહેરાતનો એક અજબ જ ક્રેઝ છે. આ પહેલાં એક યુવકે પોતાની નારાજ થઈ ગયેલી પ્રેમિકાને મનાવવા માટે આખા શહેરમાં વિચિત્ર કહી શકાય એવા બેનર લગાવ્યા હતા અને આ બેનર પણ ખૂબ જ વાઈરલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…