આમચી મુંબઈ

મુંબઈગરાની થયેલી હાલાકી માટે પખવાડિયું વહેલું આવેલો વરસાદ જવાબદાર:સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનરનો સ્પષ્ટ મત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાનું આગમન પખવાડિયા પહેલા થયું હોવાથી નાળાની સફાઈ, રસ્તા અને અન્ય કામ પર તેની અસર થઈ છે એ વાસ્તવિકતા છે. તેમ છતાં લોકોને સેવા સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલું બધા કામ પૂરા કરીને યંત્રણા સજ્જ રાખો એવો નિર્દેશ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપ્યો હતો.

બુધવારે પાલિકા મુખ્યાલયમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કમિશનર ભૂષણગ ગરાણીએ કબૂલ કર્યું હતું કે ચોમાસું વહેલું આવી ગયું છેે અને આગમન સાથે જ જોરદાર વરસાદ પડયો હોવાથી પાલિકાના કામ પર તેનું પરિણામ થયું છે. ખાસ કરીને નાળામાંથી ગાળ કાઢવાના કામમા મોટો અવરોધ ઊભો થયો છે. આમ છતા ચોમાસા સંબંધી કામમાં કોઈ પણ સ્થિતિમાં અવરોધ ઊભો થાય નહીં તે માટે અગાઉના આયોજનમાં યોગ્ય સુધારા કરી આવશ્યક તે ફેરફાર કરીને આગામી આઠથી દસ દિવસમાં નદી-નાળામાંથી ગાળ કાઢવાનું કામ પૂરું કરાવવું એવો આદેશ આપ્યો હતો.

પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ૪૧૪ પમ્પ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું એ બધે સ્થળે પમ્પ સેટ બેસાડવાની કામગીરી પૂર્ણ થઈ છે એને ચોક્કસાઈ કરવી, પમ્પિંગ યંત્રણા સ્થાપન કરીને કાર્યરત કરવાની કામગીરી ૨૪ કલાકમાં પૂરી કરાવવી. પમ્પ કામ કરે છે કે તેની ખાતરી કરી લેવી અને ૧૦ વેહિકલ માઉન્ટેડ પમ્પ ભાડા પર લેવામાં આવશે. આઠ દિવસમાં આ પમ્પ ઉપલબ્ધ થશે.

ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. હાજીઅલી, લવ્હગ્રોવ, બ્રિટાનિયા વગેરે પમ્પિંગ સ્ટેશનમાં ફ્લડગેટ યોગ્ય સમયે અને યોગ્ય રીતે બંધ કરવા. દર બે કલાકે તેને ખોલ-બંધ કરીને તે કાર્યરત છે કે નહીં તે ચોક્કસાઈ કરવી. કૉંક્રીટીકરણના બાકીના કામ અને રસ્તાના ખાડા માસ્ટિકથી ભરીને પૂરા કરવા. વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો….મહારાષ્ટ્રના ખડકીમાં ગ્રામજનો બન્યા દેવદૂત: ત્રણ છોકરીનો જીવ બચાવ્યો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button