આમચી મુંબઈ

…તો ફેબ્રુઆરીથી મુંબઈના દરિયામાં દોડાવાશે E-Speed Boat, શું થશે રાહત જાણો?

મુંબઈઃ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA)એ નવા વર્ષમાં મુસાફરોને એક વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે, જેના કારણે ગેટ-વે ઓફ ઈન્ડિયાથી જેએનપીએ સુધીની મુસાફરી સરળ બનશે. જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નવા વર્ષમાં વુડન પેસેન્જર બોટને તબક્કાવાર રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી ૨૦૨૫થી મુસાફરો ગેટવે ઓફ ઈન્ડિયાથી જેએનપીએ પોર્ટ સુધી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી દ્વારા મુસાફરી કરી શકશે. ઇલેક્ટ્રિક સ્પીડ બોટ દ્વારા ગેટવે ઓફ ઇન્ડિયાથી જેએનપીએ સુધીની સફર માત્ર ૨૫ મિનિટમાં પૂર્ણ કરી શકાશે. સામાન્ય બોટ દ્વારા આ અંતર કાપવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે.

પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરી ઝડપથી પૂર્ણ કરવા માટે જેએનપીએ એ ઇલેક્ટ્રિક સ્પીડ બોટ એટલે કે ઈ-વોટર ટેક્સી ચલાવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત જેએનપીએ મઝગાંવ ડોકને બે ઇલેક્ટ્રિક સ્પીડ બોટ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. જો બધુ પ્લાનિંગ પ્રમાણે થયું તો સ્પીડ બોટ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.

Also read: નેવીના ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે ફૅરી સાથે ટકરાઈ: પોલીસ

જેએનપીએના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જેએનપીએ દ્વારા ઇલેક્ટ્રિક સ્પીડ બોટનું સંચાલન કરવામાં નહીં આવે, પરંતુ તેની જવાબદારી અન્ય કોઈ સંસ્થાને સોંપવામાં આવશે. જેએનપીએમાં ઇલેક્ટ્રિક સ્પીડ બોટની સુવિધા પહેલેથી છે, પરંતુ હવે સામાન્ય મુસાફરો પણ સ્પીડ બોટનો લાભ લઇ શકશે. હાલમાં જેએનપીએ, એલિફન્ટા, અલીબાગ અને અન્ય રૂટ પર ગેટવે ઓફ ઈન્ડિયાથી બોટ ચાલે છે.

બોટની શું હશે વિશેષતાઓ?

  • ઇલેક્ટ્રિક સ્પીડ બોટમાં એકસાથે ૨૦થી ૨૫ મુસાફરો મુસાફરી કરી શકશે.
  • વોટર ટેક્સીની બેટરી પણ માત્ર ૩૦ મિનિટમાં ચાર્જ થઈ જશે.
  • અંદાજે ૬૪ KWH ક્ષમતાથી સજ્જ આ બેટરી એકવાર ચાર્જ કર્યા પછી બેથી ચાર કલાક સુધી દરિયામાં ચલાવી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button