આમચી મુંબઈ

આ કારણે એક દિવસ માટે મુંબઈ એરપોર્ટ બંધ રહેશેઃ પ્રવાસીઓ નોંધી લો

મુંબઈઃ રોજના હજારો હવાઈ યાત્રીઓથી ધમધમતું મુંબઈ એરપોર્ટ એક દિવસ છ કલાક માટે બંધ રહેવાનું છે. મુંબઈ એરપોર્ટમાં અમુક સમારકામ અને જાળવણીનું કામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવાયો છે. આથી 9મી મે, 2025 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ટ્રાફિક છ કલાક માટે બંધ રહેશે. આ કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે શનિવારે આ અંગે માહિતી આપી.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું છે કે ચોમાસા પહેલા બન્ને રનવે 09/27 અને 14/32 પર જાળવણીના ભાગરૂપે કામ હાથ ધરવામાં આવશે. આ કાર્ય ૯ મેના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી પૂર્ણ થશે. તમામ લાગતાવળગતાઓને જાણ કરવા માટે પાઇલટ્સને છ મહિના પહેલા જણાવવામાં આવ્યું હતું. જેથી એક દિવસ પૂરતી ફ્લાઈટ્સ તે પ્રમાણે શિડ્યુઅલ કરવામાં આવે. એરપોર્ટના હવાઈ માળખાને સુધારવા માટે ચોમાસા પહેલાની જાળવણી મહત્વપૂર્ણ છે. MIALએ પણ સ્પષ્ટતા કરી કે ચોમાસા દરમિયાન સેફ લેન્ડિંગ અને ટેકઓફ થાય તે માટે નિષ્ણાતો રન-વેનું નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો: ‘એરલાઇન્સને નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થવા ફરજ ન પાડી શકાય’ IATAએ ચિતા વ્યક્ત

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, એક વિશ્વસ્તરીય શહેર છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ આવે છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને દેશનું સૌથી બિઝી એરપોર્ટ હોવાનું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button