આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણને કારણે હવે આ ઉદ્યોગ પર પણ તોળાઈ રહી છે તલવાર…

મુંબઈ: મુંબઈમાં વધતાં પ્રદૂષણને નિયંત્રમાં લાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયયોજના હાથ ધરવામાં આવી રહી છે અને તેમ છતાં મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. આ જ અનુસંધાનમાં અનેક જગ્યાએ ચાલી રહેલાં બાંધકામ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રદૂષણને રોકવા અંગે શહેરના સી વિભાગના શહેરી વિસ્તારમાં આવેલી સોના-ચાંદી પીગાળવવાની ચાર ભઠ્ઠીઓને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ભઠ્ઠીઓને લીધે વાયુ પ્રદૂષણ થતું હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાપાલિકા પ્રશાસનને મુંબઈ અને ઉપનગરોમાં હવાનું પ્રદૂષણ રોકવા ધૂળને નિયંત્રિત કરવા ઉપાયો કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાના 24 વહીવટી વિભાગોમાં હવાનું પ્રદૂષણ રોકવા અનેક કાયદા અને યોજના બનાવવામાં આવી રહી છે. ખરાબ હવાને લીધે આરોગ્ય માટે હાનિકારક હોવાનું ધ્યાનમાં લઈને મહાપાલિકા પ્રશાસને હવામાં વધતાં પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિઓ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહાપાલિકાના સી વિભાગ ઓફિસ હેઠળના બિલ્ડિંગ અને કારખાના વિભાગે શહેરી વિસ્તારોમાં સોના અને ચાંદીની પીગળવવાની ભઠ્ઠીઓ (ગલાઈ ઉદ્યોગ) પર કડક કાર્યવાહી કરી હતી. છ નવેમ્બરના રોજ શહેરના સી વિભાગમાં ધનજી માર્ગ અને મિઝા માર્ગ ખાતેના સોના અને ચાંદીના ભઠ્ઠીઓ પરની ચાર ચીમનીને બંધ કરવી કારખાનાના વેપારીઓ અને મજદૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સોનું અને ચાંદીને ઓગળાવવા માટે નાના ફેક્ટરી સ્થાપવામાં આવે છે. અને તેમાં વાપરવામાં આવતી ભઠ્ઠીમાંથી ઉત્પન્ન થયેલા ગેસને ચીમની વડે હવામાં છોડવામાં આવે છે. આ નીકળતા ઝેરી વાયુ ઉપર કોઈ પણ પ્રક્રિયા ન કરતાં તે લોકોના આરોગ્ય માટે ખતરો ઊભો થઈ શકે છે. આ ઝેરી ગેસ પણ મુંબઈમાં પ્રદૂષણમાં વધારો કરે છે જેથી બીએમસી દ્વારા વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદ્દલ વિસ્તારોમાં આવેલી આ ચાર ભઠ્ઠીના માલિકો સામે કાર્યવાહી કરી તેને બંધ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button