બોરીવલી, મલાડ અને સાયનથી 3.59કરોડનું ડ્રગ્સ પકડાયું: ત્રણની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બોરીવલી, મલાડ અને સાયનથી 3.59કરોડનું ડ્રગ્સ પકડાયું: ત્રણની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) બોરીવલી, મલાડ અને સાયનથી 3.59 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને ત્રણ પેડલરની ધરપકડ કરી હતી.

એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બોરીવલી પૂર્વમાં નેશનલ પાર્ક નજીક છટકું ગોઠવીને ડ્રગ્સ વેચવા માટે આવેલા યુવકને તાબામાં લીધો હતો. યુવકની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી 2.59 કરોડથી વધુની કિંમતનું 1.297 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી.

બીજી તરફ એએનસીના આઝાદ મેદાન યુનિટનો સ્ટાફ શનિવારે મલાડ પશ્ર્ચિમમાં સાંઇનાથ રોડ પર માર્કેટ નજીક પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શખસ પર તેમની નજર પડી હતી. શખસની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયો હતો. તેની ઝડતી લેવામાં આવતાં 36.80 લાખ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

દરમિયાન વરલી યુનિટના અધિકારીઓએ શનિવારે સાયન પશ્ર્ચિમમાં પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટોપ નજીકથી 62.75 લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવકને પકડી પાડ્યો હતો. યુવકે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે અહીં આવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  ડ્રગ્સના કેસમાં ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ભાયંદરથી ધરપકડ…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button