રાયગડમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ:88.92 કરોડ રૂપિયાનું કેટામાઇન જપ્ત: ચાર જણની ધરપકડ...

રાયગડમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ:88.92 કરોડ રૂપિયાનું કેટામાઇન જપ્ત: ચાર જણની ધરપકડ…

મુંબઈ: રાયગડ જિલ્લામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરીને પોલીસે 88.92 લાખ રૂપિયાનું કેટામાઇન જપ્ત કર્યું હતું. ડ્રગ્સના ઉત્પાદનમાં સંડોવાયેલા ચાર જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે બુધવારે મહાડ એમઆઇડીસી વિસ્તારના જીતે ગામમાં રેઇડ પાડી હતી. વિવિધ ટીમોની મદદથી આ રેઇડ પાડવામાં આવી હતી અને મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની પણ મદદ લેવામાં આવી હતી.

પોલીસની રેઇડ દરમિયાન ફેક્ટરીમાંથી 88.92 કરોડ રૂપિયાનું કેટામાઇનનું ક્ધસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું.
કેટામાઇન જેમાં કેટલીક ભ્રમ ઉત્પન્ન કરતી અસરો હોય છે, તેનો ઉપયોગ બેભાન કરવા માટે થાય છે. જોકે આનંદ લેવા માટે યુવાનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસે કેટામાઇન જપ્ત કરીને ચાર જણની ધરપકડ કરી હતી, જેમની ઓળખ મચ્છીન્દ્ર ભોસલે, સુશાંત પાટીલ, શુભમ સુતાર અને રોહન ગવસ તરીકે થઇ હતી અને તેઓ ડ્રગ્સના ઉત્પાદનમાં સંડોવાયેલા હતા.

આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button