આમચી મુંબઈ

ટ્રક સાથે ટકરાયા પછી ટેમ્પોમાં આગ લાગતાં ડ્રાઈવર જીવતો બળી ગયો

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી નજીક થયેલા ભયંકર અકસ્માતમાં મરઘાં ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં ડ્રાઈવર જીવતો સળગી ગયો હતો. સામેથી આવેલી ટ્રક સાથે ટકરાવાને કારણે ટેમ્પો સળગી ઊઠ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ ખોપોલીના બોરઘાટ ખાતે બની હતી.
મરઘાં ભરેલો ટેમ્પો મુંબઈ તરફ આવી રહ્યો હતો. સામેથી આવેલી ટ્રક સાથે ભટકાતાં ટેમ્પોમાં આગ લાગી હતી. કૅબિનમાં ફસાઈ ગયેલો ડ્રાઈવર આગમાં બળી ગયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડ્રાઈવરની કૅબિનનો દરવાજો કાપીને બળી ગયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક જખમી થયેલા એક શખસને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button