આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડીઆરઆઇની કાર્યવાહી: ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય સૂત્રધારને ગોવાના જંગલમાં પીછો કરી પકડી પાડ્યો

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે ગોવામાં અંજુનાના જંગલમાં 20 મિનિટ સુધી ફિલ્મ ઢબે પીછો કરી ડ્રગ સ્મગલિંગ કાર્ટેલના મુખ્ય સૂત્રધાર એવા નાઇજીરિયનને ઝડપી પાડ્યો હતો.

19 ફેબ્રુઆરીએ આ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 39 ગ્રામ કોકેઇન તથા આરોપીના ગોવાના ભાડાના ઘરમાંથી છ લાખની રોકડ જપ્ત કરાઇ હતી.

આરોપી છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરતો હતો અને ગોવાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનાં કામો કરતો હતો, એવું તપાસમાં જણાયું હતું. ડીઆરઆઇની મુંબઈ અને ગોવાની ટીમ દ્વારા મળેલી માહિતીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 જાન્યુઆરીએ થાઇ મહિલા ચાર કિલો કોકેઇન સાથે પકડાઇ હતી. તેની પૂછપરછમાં નાઇજીરિયનનું નામ સામે આવ્યું હતું અને તેને આ સિન્ડિકેટના સૂત્રધાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. તેનું પગેરું ઉત્તર ગોવાના અંજુના ખાતે અત્યંત નિર્જન સ્થળે મળી આવ્યું હતું. જોકે આરોપીને ગંધ આવતાં તે જંગલમાં છુપાઇ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જંગલથી અજાણ અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધ આદરી હતી અન તેના તમામ શક્ય બહાર નીકળવાના માર્ગ પર અધિકારીઓ ગોઠવાઇ ગયા હતા. આશરે 20 મિનિટ સુધી પીછો કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કોકેઇનમાં બૅકિંગ પાઉડર મિક્સ કરવા માટે લેબોરેટરીના ઉપકરણનો ઉપયોગ કરતો હતો.

તે ગોવામાં સ્થાનિક ડ્રગ પેડલરો અને તેમના ગ્રાહકોને ડ્રગ્સ પૂરું પાડતો હતો. અગાઉ પણ બે વાર તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને મુંબઈ લવાયા બાદ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા