દારૂના નશામાં ટેમ્પો હંકારીને પાંચ વાહનને અડફેટે લીધા: મહિલાનું મોત, ત્રણ ઘવાયા…
પુણે: પુણેમાં દારૂના નશામાં ડ્રાઇવરે ટેમ્પો હંકારી પાંચ વાહનને અડફેટે લેતાં 36 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણ ઘવાયા હતા.
આ પણ વાંચો :લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી
પુણેના કોથરૂડ વિસ્તારમાં પોંડ રોડ પર રવિવારે રાતે 9.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ટેમ્પો ડ્રાઇવર આશિષ પવાર (26) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઇવર દારૂના નશામાં હતો અને તેણે પોંડ રોડ પર ટેમ્પો પૂરપાટ વેગે હંકારીને ચારથી પાંચ વાહનને અડફેટમાં લીધાં હતાં.
આ પણ વાંચો :યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા યુવાને બિલ્ડિંગના આઠમા માળેથી પડતું મૂક્યું
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી ગીતાંજલિ અમરાળે (36)નું મોત થયું હતું, જ્યારે તેનો પતિ સંભાજી અમરાળે સહિત સહોલ પિટે અને માધુરી દોહાત્રે ઘાયલ થયાં હતા અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અલંકાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવરની ધરપકડ કરીને અમે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઇ)