આમચી મુંબઈ

મહારાષ્ટ્રના મંદિરોમાં ડ્રેસ કોડનો આગ્રહ: દર્શનાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયા

મુંબઈ: મહારાષ્ટ્રના મંદિરો ધીમે ધીમે મુલાકાતીઓ માટે ડ્રેસ કોડ અમલમાં આવી રહ્યો છે. ધાર્મિક સ્થળોનું સંચાલન કરતા ટ્રસ્ટોએ માર્ગદર્શિકા બહાર પાડીને શ્રદ્ધાળુઓને સાધારણ તેમજ પરંપરાગત વસ્ત્રો પહેરવાની આગ્રહભરી વિનંતી કરી છે.

મંદિરના ટ્રસ્ટોએ ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા માટે ડ્રેસ કોડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, પરંતુ આ બાબતે મુલાકાતીઓના મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે.

ચિંચવડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરોએ નિવેદન જારી કરીને મુલાકાતીઓને “યોગ્ય” પોશાક પહેરવાની વિનંતી કરી હતી. આ દેવસ્થાન હેઠળ પુણે જિલ્લાના મોરગાંવ અને થુર, અહલ્યા નગરમાં સિદ્ધટેક અને પિંપરી ચિંચવડમાં મોર્યા ગોસાવી સંજીવન અને રાયગઢમાં ખાર નારંગીનો સમાવેશ થાય છે,

આપણ વાંચો: વારંવાર કેમ થાય છે મંદિરોમાં નાસભાગની ઘટનાઓઃ કોણ જવાબદાર ?

ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે ડ્રેસ કોડ ફરજિયાત નથી પરંતુ આ મંદિરોમાં શિષ્ટાચાર જાળવવા આ આદરણીય અપીલ છે. આ નવી માર્ગદર્શિકા ધીમે ધીમે રાજ્યભરમાં ઉભરી રહેલા વલણનો એક ભાગ હોય તેવું લાગે છે.

પુણેની રહેવાસી અદિતિ કાણેએ જણાવ્યું હતું કે ‘આજકાલ, લોકો મંદિરોની મુલાકાત લેવા માટે અગાઉથી આયોજન નથી કરતા, પરંતુ રજાઓ મળે ત્યારે અન્ય સ્થળોની મુલાકાત સાથે મંદિરે દર્શન કરવા પણ જાય છે.

આપણ વાંચો: નવા વર્ષમાં દિવાળીઃ CM શિંદેએ 22 જાન્યુ.એ રાજ્યના તમામ મંદિરોને રોશનીથી સજાવવાનો આપ્યો આદેશ

મેં રજાઓ દરમિયાન મંદિરોની મુલાકાત લીધી ત્યારે જોવામાં આવ્યું છે કે અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો મર્યાદા જળવાય એવો પોશાક પહેરે છે. મંદિર સંચાલકો ડ્રેસ કોડ વિશે અપેક્ષા વ્યક્ત કરે તેમાં કશું ખોટું નથી, પરંતુ તેમણે એ ફરજિયાત ન કરવું જોઈએ.’

આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે અગ્રણી મંદિર માટે ડ્રેસ કોડની જાહેરાત કરી હતી. અહીં સેલિબ્રિટીઝ સહિત હજારો મુલાકાતીઓ આવે છે. ગયા વર્ષે રત્નાગિરીના 50 મંદિરોમાં મુલાકાતીઓ માટે ડ્રેસ કોડ રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રવેશદ્વાર પર સાઇન બોર્ડ સાથે લોકોને આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા અને શરીરના ભાગોને ખુલ્લા પાડતા વસ્ત્રોને ટાળવાની વિનંતી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશને રત્નાગિરીમાં 11 સ્થળે બેઠકો યોજી હતી અને મંદિરોના ટ્રસ્ટીઓએ પરંપરાગત ભારતીય પોશાકોનો ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button