મુંબઈમાં મંગળવારથી નાળાસફાઈ શરૂ થશે…
નાળાસફાઈના કામનો ૩૦ સેકેન્ડનો વીડિયો ફરજિયાત કાઢવાનો રહેશે: વીડિયો વિશ્ર્લેષણ માટે એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરાશે

મુંબઈ: ચોમાસામાં મુંબઈ જળબંબાકાર થાય નહીં તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકા ચોમાસા પહેલા નાના-મોટા નાળાની સફાઈનાં કામનો શુભારંભ મંગળવાર, ૨૫ માર્ચ, ૨૦૨૫થી કરવાની છે. નાળાસફાઈનાં કામનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું ફરજિયાત રહેશે. વીડિયો વિશ્ર્લેષણ માટે પ્રશાસન આ વખતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરવાની છે. તેમ જ નાળાની સફાઈ દરમ્યાન એન્જિનિયરોને ફીલ્ડ પર હાજર રહેવાનું પણ પ્રશાસને ફરજિયાત કર્યું છે.
આ પણ વાંચો…ગોખલે બ્રિજ ૧૫મી મે સુધી ખુલ્લો મુકાશે…
ચોમાસું નજીક આવ્યું હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ નાળાસફાઈનાં કામ માટે ટેન્ડર બહાર પાડીને સ્ક્રૂટિની બાદ શહેર અને ઉપનગર માટે કુલ ૨૩ કૉન્ટ્રેક્ટરોને વર્ક ઓર્ડર આપ્યા હતા અને હવે મંગળવાર, ૨૫ માર્ચ, ૨૦૨૫થી નાળાસફાઈનું કામ પ્રત્યક્ષમાં ચાલુ કરવામાં આવવાનું છે. મીઠી નદીને સાફ કરવા માટેનો વર્ક ઓર્ડર આવતા અઠવાડિયામાં આપવામાં આવવાનો હોવાથી ત્યારબાદ તેની સફાઈનું કામ ચાલુ કરવામાં આવશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નાળામાંથી ગાળ (કાદવ-કચરો) કાઢ્યા બાદ પ્રશાસને તેનો ૩૦ સેકેન્ડનો વીડિયો કાઢવાનું ફરજિયાત કર્યું છે. તો નાના નાળામાંથી ગાળ કાઢવા પહેલા અને ત્યારબાદના સીસીટીવી દ્વારા રેકોર્ડિંગ કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ તમામ વીડિયો રેકોર્ડિંગનું એટલે કે વીડિયોનું આર્ટિફિશિલ સિસ્ટમને આધારે વિશ્ર્લેષણ કરવામાં આવશે, તેને કારણે નાળામાંથી કાઢવામાં આવતા ગાળના કામમાં વધુ પારદર્શકતા રહેશે એવો દાવો પ્રશાસને કર્યો હતો.
મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના માધ્યમથી મોટા નાળાઓની સફાઈ કરવામાં આવે છે. તો નાના નાળાની સફાઈનું કામ વોર્ડ સ્તરે કરવામાં આવે છે. નાળાની સફાઈને કારણે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય છે.
નાળામાંથી ગાળ કાઢવાના કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. નાના નાળામાંથી ગાળ કાઢવાના કામના વર્ક ઓર્ડ ૧૯ માર્ચ, ૨૦૨૫ના રોજ આપવામાં આવ્યા છે. તો મોટો નાળાના ગાળ કાઢવાનો વર્ક ઓર્ડર ૨૨ માર્ચ, ૨૦૨૫ના આપવામાં આવ્યા છે. તે મુજબ મંગળવારથી કામ ચાલુ થઈ જશે.
સફાઈનું કામ ત્રણ તબક્કામાં થાય છે જેમાં કામ ચાલુ કરવા પહેલા પ્રત્યક્ષમાં કામ ચાલુ હોય ત્યારે અને કામ પૂરું થયા બાદની તારીખ, સમય અને રિઅલટાઈમ જીઓ-ટૅગ સહિત રેકોર્ડિંગ અને ફોટો તૈયાર કરીને તેને સંબંધિત સોફટવેરમાં અપલોડ કરવાનું કૉન્ટ્રેક્ટરો માટે ફરજિયાત રહેેશે.
અગાઉ નાળાસફાઈના કામમાં કૌભાંડ થયા હોવાને કારણે દરરોજ નાળામાંથી કાઢવામાં આવેલા ગાળને રાખવાની જગ્યા, ગાળ ભરવા પહેલાનો ખાલી ડમ્પર, ડમ્પરમાં ગાળ ભર્યા બાદનો ફોટો, ગાળ ભરેલા વાહનને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવા પહેલાં વજન કાટા પર કરવામાં આવતા વજનની નોંધ સોફટવેરમાં કરવાનું ફરજિયાત રહેશે, ડમ્પરમાં ગાળ ભર્યા બાદ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પહોંચેલા વાહનોનો નંબર અને સમય પણ નોંધવાનો રહેશે. તેમ જ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આવતા-જતા વાહનોના પર નજર રાખ્ાવા માટે સીસીટીવી સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.
બોકસ વીડિયો રેકોર્ડિંગની તપાસ એઆઈ સિસ્ટમથી કરાશે
નાળાની સફાઈનું કામ યોગ્ય પ્રકારે થાય અને તે પર નજર રાખી શકાય તે માટે તેમ જ સફાઈના કામ દરમ્યાન સંપૂર્ણ પારદર્શતા જળવાઈ રહે તે માટે કૉન્ટ્રેક્ટમાં વધુ આકરી શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાળામાંથી ગાળ કાઢવા પહેલા અને ગાળ કાઢ્યા બાદના ફોટો કાઢવા ફરજિયાત તો પહેલાથી જ છે પણ હવે દરેક કામ માટે ૩૦ સેક્ધડનું રેકોર્ડિંગ રજૂ કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. નાના નાળાઓની સફાઈ પહેલા અને સફાઈ બાદના સીસીટીવી દ્વારા રેકોર્ડિંગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નાના નાળાનુંં એન્ડ-ટુ-એન્ડ રેકોર્ડિંગ કરવાનું રહેશે. મોટા અને નાના નાળાની સફાઈના કામના રેકોર્ડિંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સિસ્ટમનો ઉપયોગ કરી તપાસવામાં આવશે.
આ પણ વાંચો…માનખુર્દ- ચેંબુરના રસ્તાનું કૉંક્રીટીકરણ ‘સ્લમ્પ’ ટેસ્ટમાં ફેઈલ…
બોકસ ત્રણ તબક્કામાં નાળાની સફાઈ
દર વર્ષે નાળામાં ભરાઈ રહેલા કાદવ-કચરાની સફાઈ વર્ષમાં ત્રણ તબક્કામાં કરવામાં આવે છે, તેમાં મુખ્યત્વે ચોમાસા પહેલા સૌથી વધુ ગાળ કાઢવામાં આવે છે. તે મુજબ આ વર્ષે એપ્રિલ અને મે, ૨૦૨૫ આ બે મહિનામાં નાળામાંથી કુલ ૮૦ ટકા ગાળ કાઢવામાં આવશે તો ચોમાસા દરમ્યાન ૧૦ ટકા અને ચોમાસા બાદ બાકીનો ૧૦ ગાળ કાઢવાનું આયોજન છે