આમચી મુંબઈ

દીનાનાથ મંગેશકર હોૅસ્પિટલ સંબંધી વિવાદ: બેદરકારી બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો…

પુણે: દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં એડવાન્સ ડિપોઝિટ નહીં ચૂકવવા બદલ દાખલ ન કરાયેલી ગર્ભવતી મહિલાના મૃત્યુ અંગે કથિત બેદરકારી બદલ શનિવારે ડૉ. સુશ્રુત ઘૈસાસ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ તરીકે હોસ્પિટલમાં જોડાયેલા ડૉ. સુશ્રુત ઘૈસાસે રાજ્યના ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના અંગત સચિવ સુશાંત ભીસેની પત્ની તનિશા ભીસેના મૃત્યુ બાદ રાજીનામું આપ્યું હતું, જેનાથી ભારે વિવાદ થયો હતો.

આરોપ કરવામાં આવ્યો હતો કે તનિશા ભીસેના પરિવારજનોએ ડિપોઝિટ તરીકે 10 લાખ રૂપિયા ન ચૂકવતાં તેને મંગેશકર હૉસ્પિટલમાં દાખલ કરાઇ નહોતી. અન્ય હોસ્પિટલમાં જોડિયા બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન અલંકાર પોલીસ સ્ટેશનમાં ડૉ. ઘૈસાસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) (બેદરકારીને કારણે મૃત્યુ) હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.

ભીસે પરિવારે ડૉ. ઘૈસાસ પર હૉસ્પિટલમાં પ્રવેશ અગાઉ 10 લાખ રૂપિયા ડિપોઝિટનો આગ્રહ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન સસૂન જનરલ હોસ્પિટલના ડૉક્ટરોની પેનલે આ સપ્તાહની શરૂઆતમાં પોલીસને આ મામલે રિપોર્ટ સુપરત કર્યો હતો. (પીટીઆઇ)

આપણ વાંચો : ભિવંડીમાં બાળકી સાથે દુષ્કર્મ: સગીર વિરુદ્ધ ગુનો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button