હિંદુઓની સહનશીલતાની કસોટી ન કરો: ઉદ્ધવ
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં પરિસ્થિતિમાં આવેલા વળાંકે આખી દુનિયાને એક સંદેશ આપ્યો છે કે જનતા સર્વોચ્ચ છે અને શાસકોએ તેમની સહનશીલતાની કસોટી કરવી જોઈએ નહીં, એમ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જણાવ્યું હતું.
નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને બાંગ્લાદેશમાં અત્યાચારોનો ભોગ બની રહેલા હિંદુઓને બચાવવાનો પડકાર ફેંક્યો હતો.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે: ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળશે
જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં યુદ્ધને રોકી શકે છે તો તેમણે બાંગ્લાદેશમાં આવા પગલાં લેવા જોઈએ અને ત્યાં રહેલા હિંદુઓને બચાવી લેવા જોઈએ, એમ ઠાકરેએ કહ્યું હતું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આવા વિરોધ ઈઝરાયલ અને શ્રીલંકામાં પણ જોવા મળ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે દેશની રાજધાનીમાં ઈન્ડી ગઠબંધનના નેતાઓને મળવા માટે અને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી માટે આગામી વ્યૂહ રચના ઘડી કાઢવા માટે ગયા છે. (પીટીઆઈ)