બાળકીના જાતીય શોષણના કેસમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડ્યો...
આમચી મુંબઈ

બાળકીના જાતીય શોષણના કેસમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડ્યો…

થાણે: ડોમ્બિવલીમાં આઠ વર્ષની બાળકીનું જાતીય શોષણ કરવાની જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં બાળકી અને તેની માતાએ ફેરવી તોળતાં વિશેષ અદાલતે આરોપી યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કલ્યાણની સેશન્સ કોર્ટમાં પોક્સો કેસોની સુનાવણી કરતાં વિશેષ જજ વી. એ. પત્રાવળેએ 19 વર્ષના આરોપીને શંકાનો લાભ આપ્યો હતો.

તપાસકર્તા પક્ષ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળના આરોપ પુરવાર કરી શક્યો નહોતો, જેને પગલે આરોપીને નિર્દોષ છોડવામાં આવતો હોવાનું જજે નોંધ્યું હતું. બાળકીની માતાની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર નોંધી 16 જાન્યુઆરીએ યુવકની ધરપકડ કરી હતી.

આરોપીની બહેન ડોમ્બિવલીના તેના ઘરે ટ્યૂશન ક્લાસ ચલાવતી હતી, જ્યાં બાળકી તેની બહેનપણીઓ ટ્યૂશન માટે જતી હતી. ડોમ્બિવલીના ઘરમાં જ 15 જાન્યુઆરીએ બાળકીનું જાતીય શોષણ કરાયું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ઘટના સમયે આરોપીની બહેન ઘરમાં નહોતી.

બેડરૂમમાં લઈ જઈને યુવકે બાળકી સાથે કુકર્મ કર્યું હતું. બાળકી મદદ માટે બૂમો ન પાડે તે માટે યુવકે હાથેથી તેનું મોં બંધ કરી રાખ્યું હતું. ચુકાદામાં જજે નોંધ્યું હતું કે બાળકી અને તેની માતાએ જુબાની ફેરવી તોળી હતી. માતાએ આવું કંઈ બન્યું હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે આ કેસમાં અન્ય કોઈ સાક્ષી નથી. પીડિતાની બહેનપણીઓ ઘરમાં જ હતી અને પીડિતાએ તેમને ઘટનાની કોઈ જાણ કરી નહોતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…શાહપુરમાં યુવાનની હત્યાના કેસમાં સાત આરોપી નિર્દોષ

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button