ડોંબિવલીમાં કંપનીઓનું સ્થળાંતર કરવા સંબંધિત અહેવાલ છ દિવસમાં રજૂ કરવાનો આદેશ
20મી જૂન બાદ એમઆઈડીસીમાં આવેલી કંપનીઓના સ્થળાંતર અંગે લેવાશે નિર્ણય

ડોંબિવલીઃ ડોંબિવલી ખાતે એમઆઈડીસી વિસ્તારમાં એક જ મહિનામાં આગ લાગવાની બે ઘટના જોવા મળતાં હવે આ કંપનીઓના સ્થળાંત બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ કંપનીઓનું સ્થળાંતર કરવાની માંગણી કરવામાં આવતા પ્રશાસન દ્વારા માટે મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આ પગલાં અનુસાર ડોંબિવલીમાં આવેલી જોખમી કંપનીઓ સંબંધિત માહિતી એકઠી કરવા માટે એક સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવશે અને ત્યાર બાદ આ કંપનીઓનું સ્થળાંતર કરવા બાબતે વિચાર કરવામાં આવશે.
ડોંબિવલીના એમઆઈડીસી વિસ્તારમાં અતિ જોખમી અને ધોકાદાયક કંપનીઓને હટાવવા માટેની એક યોજના તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ સમિતિની પસંદગી કરવામાં આવી છે. આ સાથે સાથે જ કંપનીનું સર્વેક્ષણ કરવા માટે એક ઉપસમિતીની નિમણૂંક પણ કરવામાં આવી છે. આ સમિતીએ 20મી જૂન સુધી અહેવાલ રજી કરવો પડશે. ત્યાર જ આ કંપનીઓને અન્યત્ર ખસેડવા અંગે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે, એવી માહિતી કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાના વરિષ્ઠ અધિરકારી દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો : ડોંબિવલીની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ: 10માંથી ચાર મૃતકોને ઓળખી કઢાયા
ડોંબિવલી એમઆઈડીસી ફેઝ-2માં આવેલી ઈન્ડો અમાઈન કંપનીમાં આ જ અઠવાડિયે આગ ફાટી નીકળી હતી. એ પહાં પણ આવી જ એક ભૂષણ આગ ફાટી નીકળી હતી જેને પગલે સરકાર દ્વારા 27મી મેના એમઆઈડીસી, પર્યાવરણ ખાતુ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વગેરે સંબંધિત વિભાગની બેઠક લઈને એક સમિતીનું ગઠન કર્યું હતું. વિકાસ યોજના તૈયાર કરવા માટે સરકારે ઉપસમિતીની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતીમાં પણ પર્યાવરણ ખાતુ, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, એમઆઈડીસી, અગ્નિશમન દળ, મહાપાલિકાનો સમાવેશ થાય છે.
ડોંબિવલીમાં આવેલી અતિ જોખમી અને જોખમી તેમ જ અન્ય કંપનીઓનું સ્થળાંતર કરવા માટે આ શું પગલાં લઈ શકાશે એનો અહેવાલ તૈયાર કરવાનું કામ સમિતીને આપવામાં આવ્યું છે. સમિતીની અત્યાર સુધીમાં ત્રણ બેઠકો યોજાઈ છે. ઉપસમિતી દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ સર્વેક્ષણ પૂરું થયા બાદ 20મી જૂન સુધી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.