ડોંબિવલીના ઝવેરી સાથે 70 લાખ રૂપિયાની ઠગાઇ: દંપતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના ડોંબિવલીમાં ઝવેરી સાથે 70 લાખ રૂપિયાની ઠગાઇ અચરવા બદલ દંપતી સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ડોંબિવલી સ્થિત ગોલવલીના ઝવેરી પાસેથી આરોપીઓએ શરૂઆતમાં ખરીદેલા દાગીનાના રૂપિયા સમયસર ચૂકવીને તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો.
આ પણ વાંચો : નકલી સોનું વેચીને ગ્રાહકો સાથે 2.5 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી: ઝવેરીની ધરપકડ
જોકે ઑક્ટોબરમાં આરોપીઓએ 70 લાખ રૂપિયાના દાગીના ઝવેરી પાસેથી ખરીદ્યા હતા, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ બાદમાં નાણાં ચૂકવી દેવાનું ઝવેરીને વચન આપ્યુંં હતું, પણ તેમણે નાણાં ચૂકવ્યાં નહોતા અને પૈસા માગનારા ઝવેરીને ગાળો ભાંડીને ધમકાવ્યો હતો.
આ પણ વાંચો : ધનતેરસ પર સોનું ખરીદતી વખતે અપનાવો આ 4 ટિપ્સ, અસલી-નકલીની પડી જશે ખબર
દરમિયાન ઝવેરીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પાંચમી ડિસેમ્બરે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)



