ડોમ્બિવલીના ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળ્યું

થાણે: ડોમ્બિવલીના અવાવરુ ઘરમાંથી માનવી ખોપડી અને હાડપિંજર મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજી જાન્યુઆરીએ ડોમ્બિવલીના સોનારપાડા વિસ્તારમાંના મ્હાત્રે નગર ખાતેના રૉ ટેનામેન્ટમાંના એક ઘરમાં પડેલા હાડપિંજર પર સ્થાનિક રહેવાસીની નજર પડી હતી. રહેવાસી દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં માનવ જેવી જ ખોપડી અને હાડકાં મળ્યાં હતાં. એ સિવાય અમુક કપડાં, સેન્ડલ, બ્રેસલેટ્સ, હેર રિંગ, હેર સેમ્પલ્સ અને લોહીથી ખરડાયેલી માટી પણ તાબામાં લેવાઈ હતી.
આ પણ વાંચો : મ્બિવલીમાં મુશળધાર વરસાદ:ગટરમાં પડી ગયેલા સગીરનું મૃત્યુ…
સ્થાનિક હૉસ્પિટલના મેડિકલ ઑફિસરના નિર્દેશને પગલે ખોપડી અને હાડપિંજર વિગતવાર ફોરેન્સિક તપાસ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલી દેવાયા હતા. આ પ્રકરણે માનપાડા પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



