આમચી મુંબઈ

ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા

થાણે: ડોમ્બિવલીની મહિલા તબીબને પોલીસ કેસમાં સપડાવવાનો ભય બતાવ્યા પછી ક્રિપ્ટોકરન્સી ખરીદવાની ફરજ પાડીને 30 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.

કલ્યાણ ડિવિઝનના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી 2થી 6 ઑગસ્ટ દરમિયાન થઈ હતી. આ પ્રકરણે ડોમ્બિવલીના ખોની ખાતે રહેતી 40 વર્ષની મહિલા ડૉક્ટરે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર આરોપીએ મહિલાને ફોન કરી 24 જુલાઈએ તેણે થાઈલૅન્ડમાં મોકલેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ મળી હોવાનો દાવો કર્યો હતો. પાર્સલમાં ત્રણ પાસપોર્ટ, ત્રણ સિમ કાર્ડ અને એમડી ડ્રગ્સ સહિતની વસ્તુઓ હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું.

આ પણ વાંચો : એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો

પોલીસ કાર્યવાહીનો ભય બતાવ્યા પછી આરોપીએ નવી તરકીબમાં મહિલાને ફસાવી હતી. આરોપીની સૂચનાને અનુસરી મહિલાએ તેના મોબાઈલ ફોનમાં એક ઍપ્લિકેશન ડાઉનલૉડ કરી હતી. પછી ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે આરોપીના જણાવેલાં અલગ અલગ બૅન્ક ખાતાંમાં 30.86 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રૂપિયા ગુમાવ્યા બાદ પોતે છેતરાઈ હોવાની જાણ થતાં તબીબે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button