આમચી મુંબઈ

ભાડાની રકમના વિવાદમાં રિક્ષા ડ્રાઈવરે ધક્કો મારતાં વૃદ્ધાના હાથમાં ફ્રેક્ચર

થાણે: રિક્ષાભાડાને મુદ્દે થયેલા વિવાદમાં રિક્ષા ડ્રાઈવરે ધક્કો મારતાં 61 વર્ષની વૃદ્ધાના હાથમાં ફ્રેક્ચર થયું હોવાની ઘટના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં બની હતી.

માનપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે બની હતી. રિઝા જોસેફ તેનાં સગાં સાથે ડોમ્બિવલીના કસ્તુરી પ્લાઝા વિસ્તારમાંથી દાવડી ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

ફરિયાદ અનુસાર રિક્ષા ડ્રાઈવરે 120 રૂપિયા ભાડું થશે, એવું કહ્યું હતું, પણ દાવડી પહોંચ્યા પછી તેણે 160 રૂપિયા માગ્યા હતા. જોકે ફરિયાદીએ નક્કી થયેલું ભાડું ચૂકવવાની તૈયારી દાખવતાં ડ્રાઈવરે ગાળાગાળી કરવા માંડી હતી. તેનો દાવો હતો કે પ્રવાસના ચોક્કસ અંતર વિશે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો.

કોલાહલ મચતાં જોસેફના ભાડૂતનો પુત્ર મધ્યસ્થી કરવા આવ્યો હતો. તેણે ડ્રાઈવરને શાંત રહેવા સમજાવ્યું હતું, પણ આરોપી ડ્રાઈવરે તેની સાથે મારપીટ કરવા માંડી હતી. જોસેફે મધ્યસ્થી કરતાં રિક્ષા ડ્રાઈવરે તેને ધક્કો માર્યો હતો, જેને કારણે તે જમીન પર પડી ગઈ હતી. જમીન પર પટકાવાથી તેના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

હાથમાં ગંભીર ઇજાને કારણે જોસેફને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માનપાડા પોલીસે હૉસ્પિટલમાં જઈ તેનું નિવેદન નોંધ્યા પછી રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીની શોધ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button