પથ્થર અને બામ્બુ ફટકારી શ્વાનને મારી નાખ્યો: બે જણ સામે ગુનો…
થાણે: ભિવંડીમાં પથ્થર મારવાને અને બામ્બુ ફટકારવાને કારણે રસ્તે રખડતા શ્વાનનું મૃત્યુ થયું હોવાની ઘટનામાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : માનવતા શરમાઈઃ હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ ચોરી, વીડિયો વાયરલ
અધિકારીના જણાવ્યા મુજબ ભિવંડી શહેરમાં ગયા સપ્તાહે બનેલી આ ઘટના મામલે બુધવારે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર 8 ડિસેમ્બરની બપોરે આરોપી મિતેશ બરોડિયા અને ભરતે કાલ્હેર વિસ્તારમાં શ્ર્વાનને પથ્થર માર્યા હતા. પછી બામ્બુથી ફટકારવામાં આવતાં શ્ર્વાનનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : સાસુ સાથે ઝઘડો થયા બાદ મહિલાએે માસૂમ દીકરાને પાણીની ટાંકીમાં ડુબાડી મારી નાખ્યો
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)