ડોક્ટર યુવતીના આત્મહત્યા પ્રકરણમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ડોક્ટર યુવતીના આત્મહત્યા પ્રકરણમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ

સાતારાના ફલટણની તાલુકા હોસ્પિટલમાં કાર્યરત એક મહિલા ડોક્ટરની આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ મહિલા ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા હથેળી પર સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેટલાક લોકોના નામ લઈને ગંભીર આરોપો મૂક્યા હતા. આ ઘટના બાદ વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષો અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર જોરદાર ટીકા કરવામાં આવી રહી છે.

આ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રણિતી શિંદેએ રવિવારે મૃતક મહિલા ડોક્ટરના પરિવારજનોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.

આપણ વાચો: મહારાષ્ટ્રના નેતાઓએ મહિલા ડોક્ટરના મૃત્યુની એસઆઈટી દ્વારા સ્વતંત્ર તપાસની માગણી કરી

સાંસદ પ્રણિતી શિંદેએ આ સમયે રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી હતી, અને તેમના રાજીનામાની પણ માંગણી કરી હતી. પ્રણિતી શિંદેએ કહ્યું કે, “રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન વારંવાર ફરિયાદ કરવા છતાં મહિલાઓને સુરક્ષા આપવાને બદલે મહિલા સાંસદો પર નીચા સ્તરે જઈને ટીકા કરવામાં જ સમય બગાડે છે.

જ્યારે મહિલાઓને સુરક્ષા આપવાનો સમય આવે છે ત્યારે મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન હાથ ઊંચા કરી દે છે. મને લાગે છે કે મુખ્યપ્રધાન રાજીનામું આપવું જરૂરી છે.”

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button