રખડતા શ્વાનના હુમલામાં બે વર્ષની બાળકી ગંભીર જખમી…

થાણે: થાણે જિલ્લાના દિવામાં એક રખડતા શ્વાનના હુમલામાં બે વર્ષની બાળકી ગંભીર રીતે જખમી થઈ હતી. શ્ર્વાનને બાળકીને ત્રણથી ચાર બચકા ભર્યા હતા. આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયા બાદ સોશિયલ મિડિયામાં ફરી વળતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.
દિવામાં મ્હાત્રે ગેટ પરિસરમાં એક બિલ્ડીંગમાં માતા-પિતા સાથે રહેતી બે વર્ષની બાળકી શુક્રવારે સાંજે બિલ્િંડગમાં નીચે બીજા નાના છોકરા સાથે રમવા માટે ઉતરી હતી. એ સમયે રખડતા શ્ર્વાન તેની પાછળથી આવ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. તેની સાથે રહેલો બાળક ડરીને ભાગી ગયો હતો. આ દરમ્યાન શ્વાને બાળકીને ત્રણથી ચાર બચકા ભરી લીધા હતા.
શ્વાનના હુમલામાં બાળકી જખમી થઈ હતી. બાળકીના ચહેરા પર પણ માર લાગ્યો હતો. બિલ્ડિંગના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક કલવામાં આવેલી થાણે પાલિકાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હાલ તેની તબિયત સ્થિત હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. રખડતા શ્ર્વાનના હુમલાને કારણેે સ્થાનિક રહેવાસીઓ ડરનું વાતાવરણ નિર્માણ થયું છે.



