Good News: બચ્ચા પાર્ટીને મળશે હવે ‘ડિઝની લેન્ડ’ જેવી મજા
નવી મુંબઈમાં 200 હેક્ટરની જમીન પર બનાવવામાં આવશે થીમ પાર્ક

મુંબઈઃ મિકી અને મિની માઉસ, ડોનાલ્ડ ડક જેવા મનપસંદ કાર્ટુનોને મળવાનો તથા રોમાંચક રાઇડ્સનો અનુભવ લેવાની તક હવે મુંબઈ, નવી મુંબઈના બાળકોને મળવાની છે. ડિઝની લેન્ડના જેવું જ થીમ પાર્ક હવે નવી મુંબઈમાં પણ બનાવવામાં આવશે.
મુંબઈ મટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના ગ્રોથ હબના છેવટના માળખામાં આ પ્રકલ્પનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એમએમઆર ગ્રોથ હબનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એમએમઆરને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ કેન્દ્ર બનાવવા માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, જેમાં ઓદ્યોગિક, પર્યટન, શિક્ષણ, પાયાભૂત સુવિધા, ગૃહ નિર્માણ, આરોગ્ય, બંદર વિકાસ જેવા વિવિધ ક્ષેત્રના પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: મુંબઈ મનપાને રેસકોર્સની 120 એકર જમીન મળી: થીમ પાર્ક બનશે
આ સિવાય એમએમઆરને આંતરરાષ્ટ્રીય દરજ્જાનું પર્યટન કેન્દ્ર બનાવવા માટેના પણ પ્રયાસ થઇ રહ્યા છે જેના હેઠળ ઉક્ત થીમ પાર્ક બનાવવામાં આવનાર છે. અલિબાગનો વિકાસ વૈશ્વિક સ્તરે કરવાની સાથે મુંબઈ, એમએમઆરના કિલ્લાઓના સંવર્ધનનો તેમાં સમાવેશ થાય છે.
૨૦૦ હેક્ટર જગ્યા પર પ્રકલ્પ
મુંબઈ, નવી મુંબઈ, થાણે એટલે કે એમએમઆરમાં અનેક રિસોર્ટ, થીમ પાર્ક, વોટર પાર્ક બનાવવામાં આવનાર છે, પ્રથમ વખત જ સરકારી યંત્રણાનો ઉપયોગ કરીને નવી મુંબઈમાં ૨૦૦ હેક્ટરની જમીન પર થીમ પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કમાં રિસોર્ટ, એનિમેશન સ્ટુડિયો, રાઇડ્સ, ઝોન, વોટર પાર્ક વગેરેનો સમાવેશ કરાશે.