દિવ્યાંગ પુત્રી પર સાવકા પિતા સહિત બે જણે કર્યું દુષ્કર્મ
થાણે: થાણેમાં 26 વર્ષની દિવ્યાંગ પુત્રી પર સાવકા પિતા સહિત બે જણે વારંવાર કથિત દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
મુંબઈના પવઈ વિસ્તારમાં રહેતા યુવતીના ભાઈએ નોંધાવેલી ફરિયાદને આધારે ચિતળસર પોલીસે સાવકા પિતા અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Thane: થાણેમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા ૨૦ ટૂ- વ્હીલરને નુકસાન
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના છેલ્લા એક વર્ષ દરમિયાન બની હતી. 25 સપ્ટેમ્બરે યુવતી ભાઈના ઘરે રહેવા આવી ત્યારે તેના શરીર પર ઇજાનાં નિશાન હોવાનું જણાયું હતું. ભાઈએ નિશાન બાબતે પૂછતાં યુવતીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે શંકાને આધારે 30 સપ્ટેમ્બરે કૂપર હૉસ્પિટલમાં તબીબી તપાસ કરાવવામાં આવતાં જાતીય શોષણની વાત સામે આવી હતી. યુવતી સપ્ટેમ્બર, 2023માં થાણેમાં રહેતા સાવકા પિતાને ઘેર રહેવા ગઈ હતી. યુવતીની મારપીટ કરી તેની સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. સાવકા પિતા સહિત બે જણે કુકર્મ કર્યાનું જાણવા મળતાં પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો