દિવ્યાંગો માટે મોટી રાહત: શતાબ્દી હોસ્પિટલમાં દિવ્યાંગોને સર્ટિફિકેટ આપતું કેન્દ્ર કાર્યરત

મુંબઈ: પશ્ચિમ ઉપનગર કાંદિવલી ખાતે મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ભારત રત્ન બાબાસાહેબ આંબેડકર જનરલ હોસ્પિટલ (શતાબ્દી)માં દિવ્યાંગો માટે તપાસ, મૂલ્યાંકન અને સર્ટીફીકેટ વિતરણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
આ કેન્દ્રમાં ફ્રેક્ચરના કારણે હાડકાની તકલીફ થઈ હોય તેમજ કાન, આંખ અને રક્તપિત્ત એ ચાર સમસ્યા ધરાવતા લોકોને દિવ્યાંગ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પહેલને કારણે જોગેશ્વરીથી દહિસર અને વસઈ, વિરારના લોકોને રાહત મળશે.
હાલ દહિસરથી જોગેશ્વરી અને મીરા રોડ, વસઈ સુધીના વિસ્તારના દિવ્યાંગોએ વિકલાંગતાનું પ્રમાણપત્ર લેવા માટે કૂપર કે જે.જે. હોસ્પિટલમાં જવું પડે છે. પરિણામે આ નાગરિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડીઃ હોસ્પિટલમાં પરિવાર, જાણો નવી અપડેટ…
આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દિવ્યાંગ લોકો માટે પ્રમાણપત્ર કેન્દ્ર શરૂ કર્યું છે. ગયા અઠવાડિયે આ સેન્ટર ખોલવામાં આવ્યું હતું અને આ સેન્ટરમાં નિયુક્ત સ્ટાફનું ફરી પ્રશિક્ષણ ચાલુ હોવાથી સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થશે.
સર્ટિફિકેટ મેળવવા માગતા લોકોને ‘યુનિક ડિસેબિલિટી આઈડી’ આપવા સરકારની વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દર બુધવારે નોંધાયેલા નાગરિકોને પરીક્ષણ માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવશે. ચકાસણી કર્યા પછી યોગ્યતા અનુસાર સર્ટિફિકેટ જારી કરવામાં આવશે.