ડિજિટલ ટિકિટનું વેચાણ વધે છે પણ વિન્ડો પરથી ટિકિટ ખરીદવાનું પ્રમાણ વધુ કેમ?

મુંબઈ: રેલવેની ટિકિટ ખરીદવા માટે ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હોવા છતાં ઉપનગરીય સ્ટેશનોની ટિકિટ બારી પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. યુટીસી એપ તરફ પ્રવાસીઓ વળ્યા હોવા છતાં હજી પણ પંચાવન ટકા લોકો રેલવે ટિકિટ બારીએ જઇને જ ટિકિટ ખરીદી કરી રહ્યા છે.
મુંબઈ ઉપનગરીય રેલવેમાં ૭૫ ટકા પ્રવાસીઓ પાસધારક છે, જ્યારે પચીસ ટકા પ્રવાસી ટિકિટ ખરીદીને પ્રવાસ કરે છે, તેથી ટિકિટ બારીએ લોકોની લાંબી લાઇનો જોવા મળતી હોય છે.
આપણ વાંચો: બોલો આ માણસે રેલવેની ટિકિટ ખરીદી છતાં રેલવેને લાગ્યો એક લાખનો ચૂનો
રેલવે પ્રશાસન દ્વારા ૨૦૧૬માં યુટીએસ એપ શરૂ કરવામાં આવી હતી ત્યારે ફક્ત ૦.૨૫ ટકા પ્રવાસીઓ આ એપનો ઉપયોગ કરતા હતા. હવે આ પ્રમાણ વીસ ટકા જેટલું થયું છે. એપ દ્વારા કેશલેસ વ્યવહાર થઇ શકે છે તથા ટિકિટ ખરીદી કરવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું નથી તેથી અનેક પ્રવાસીઓ આ એપને પસંદ કરી રહ્યા છે.
યુટીએસ એપ સિવાય એટીવીએમ, જનસામાન્ય ટિકિટ સેવા કેન્દ્ર, સ્ટેશન ટિકિટિંગ સેવક, યાત્રી સેવક વગેરે વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આટલા વિકલ્પ હોવા છતાં ટિકિટ બારીઓ પરની લાઇનો ઓછી થવાનું નામ લઇ રહી નથી. પ્રવાસીઓમાં ઉક્ત વિકલ્પો અંગે જાગરૂકતા લાવવાની જરૂર છે. ટેક્નિકલ ખામીઓ દૂર કરી પ્રવાસી ઍપ પ્રત્યે લોકોને વાળવા જોઇએ