પક્ષ બદલ્યો નથી, મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકોને રાજ્યના વિકાસ માટે તેમનું સમર્થન કરવાની અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારથી તેમની પાર્ટી સાથે જ જોડાયેલા છે અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો ક્યારેય સાબિત થયા નથી.
લોકો જ મારી પાર્ટી છે. હું જે પણ કરું, તેમનું કલ્યાણ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું હંમેશા વિચારું છું કે લોકોને કેવી રીતે ફાયદો થશે એમ એનસીપીના નેતાએ એક વીડિયો સંદેશમાં કહ્યું હતું.
આ પણ વાંચો: ખેડૂતો અને મહાવિતરણ અંગે અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો હજુ સુધી સાબિત થયા નથી. ક્યારેય થશે પણ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ટીકાકારોને ‘ગંદા રાજકારણ’માં સામેલ છે.
તેમણે લોકોને એવા રાજકારણીઓને અવગણવા વિનંતી કરી કે જેઓ માત્ર ભાષણો કરે છે અને તેના બદલે કામ કરનારાઓને મત આપવાની સલાહ તેમણે આપી હતી.
જેઓ કામ કરે છે તેમની જ વધુ ટીકા થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
(પીટીઆઈ)