આમચી મુંબઈમહારાષ્ટ્ર

બ્રાયન એડમ્સના કોન્સર્ટમાં ડાયાબિટીસનો દર્દીએ પેન્ટમાં કરી લઘુશંકા

કોન્સર્ટના સ્થળે 'અવ્યવસ્થા' ઊભી કરવા બદલ આયોજકોને કરી ટીકા

મુંબઈ: જાણીતા ગાયક બ્રાયન એડમ્સના મુંબઈમાં યોજાયેલા એક કોન્સર્ટમાં યોગ્ય સુવિધાના અભાવે ડાયાબિટિસથી પીડાતી એક વ્યક્તિને પોતાની પેન્ટમાં જ લઘુશંકા કરવાની ફરજ પડી હતી. તેથી તેઓએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમના આયોજકોની ભારોભાર ટીકા કરી હતી.

પીડિત શેલ્ડન એરેન્જોએ આયોજકો ઝોમેટોના સીઇઓ દીપિન્દર ગોયલ અને ઇવીએ ગ્લોબલ ઇવેન્ટ્સને પત્ર લખીને કોન્સર્ટમાં સુવિધાના અભાવ માટે ટીકા કરી હતી.

૧૩મી ડિસેમ્બરના ગોરેગામના બૉમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ઘણી સેલિબ્રિટિઓએ હાજરી આપી હતી. શેલ્ડને દાવો કર્યો હતો કે કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ લોકો આવ્યા હતા, પરંતુ ટોઇલેટ ફકત ત્રણ જ હતા.

આપણ વાંચો: આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?

શેલ્ડને પોતાના દાવાને સિદ્ધ કરવા માટે પોતાની ભીની પેન્ટના ફોટા પણ શેર કર્યા હતા અને કહ્યું હતું કે મને આ વિશે જરાય શરમ નથી આવી રહી, કારણ કે હું ડાયાબિટિસથી પીડાઉ છું અને લઘુશંકા અંગેની મને સમસ્યા છે.

‘બ્રેન એડમ્સના કોન્સર્ટમાં મેં મારી પેન્ટમાં લઘુશંકા કરવા માટે પૈસા ચૂકવ્યા હતા. ત્યાં લોકોની ભીડ સારી હતી ત્યારે આયોજકોએ મારી સાથે જે થયું તે પણ સ્વીકારવું જોઇએ, કારણ કે ટોઇલેટ જવા માટે મારે માખીઓની જેમ લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું.

આપણ વાંચો: આ બોલીવૂડ એક્ટર પર કર્યો પૈસા વરસાદ, ચાલુ કોન્સર્ટ રોકીને કહ્યું હું શું…

મને ફક્ત લાંબી લાઇનો જ દેખાઇ રહી હતી. તેથી મને પેવેલિયનના બીજા છેડે જવાની સલાહ આપવામાં આવી હતી’, એમ તેમણે જણાવ્યું હતું. ‘મારી પાસે ગોલ્ડ પાસ હતો તેથી હું નજીકના વૃક્ષ પાસે ગયો અને લઘુશંકા કરી હતી, પણ તે પહેલા મારી પેન્ટ ભીની થઇ જ ગઇ હતી’, એમ શેલ્ડને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button