આમચી મુંબઈ
ધુળેમાં ચાર ટ્રેક્ટરમાંથી 11 ટન ગાંજો મળી આવ્યો…

મુંબઈ: ધુળે જિલ્લામાં ચાર ટ્રેક્ટરમાંથી 11,000 કિલોગ્રામ ગાંજો મળી આવ્યા બાદ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ઇન્સ્પેક્ટર જયપાલ હિરેએ જણાવ્યું હતું કે શિરપુર તાલુકામાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશના બોર્ડર પર આવેલા આંબેગાવના ત્રણ એકરના પ્લોટ પર ડ્રિપ ઇરિગેશન દ્વારા ગાંજાની ખેતી થઇ રહી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે શનિવારે અને રવિવારે ચાર ટ્રેક્ટરમાંથી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો.
ત્રણ એકરનો પ્લોટ પોલીસ સ્ટેશનથી પંદર કિલોમીટર દૂર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)