રામભદ્રાચાર્ય અને પ્રેમાનંદ વિવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આ શું બોલ્યાં? કહ્યું, બંને સંતોએ…

મુંબઈઃ સનાતન ધર્મના સંતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રેમાંનદજી મહારાજ પર રામભદ્રાચાર્યે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સંતો પર ટિપ્પણી કરવી એ સનાતન ધર્મ માટે હાનિકારક છે.
અને કેટલા લોકો આવું કામ કરીને આગમાં ઘી હોમી રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં પ્રેમાનંદજી મહારાજ અને રામભદ્રાચાર્ચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો…

સંતો પર ટિપ્પણી કરવી એ સનાતન ધર્મ માટે હાનિકારક: ધીરેન્દ્ર શાસ્ત્રી
સનાતન ધર્મને પ્રચાર કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અત્યારે મહારાષ્ટ્રની યાત્રા પર છે. આ દરમિયાન તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે, પ્રેમાનંદ મહારાજે પોતાના ભજનો દ્વારા અને જગદગુરૂ રામભદ્રાચાર્યે પોતાના વૈદિક જ્ઞાનથી લોકોને એક કર્યા છે.
વધુમાં કહ્યું કે, રામભદ્રાચાર્ય મહારાજ પોતાના મનમાં કઈ રાખતા નથી. તેમના મનમાં કોઈ પાપ નથી તે પોતાના દરેક લોકોથી અને ભક્તોથી પ્રેમ કરે છે.

રામભદ્રાચાર્ચ વિશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું છે?
ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે, બંને સંતો વંદનીય છે. બંને મહાપુરૂષ અને લોકોને ભજનોથી જોડી રહ્યાં છે. જ્યારે રામભદ્રાચાર્ય સુપ્રીમ કોર્ટમાં ઊભા રહીને રામલલ્લા કેસમાં પોતાનું નિવેદન આપ્યું અને રામ મંદિર કેસમાં વિજય અપાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું એવું પણ છે કે, ચમત્કારના ચક્કરમાં ના પડવું જોઈએ.
અમે તો માત્ર બજરંગબલી અનેમ રામજીના ચક્કરમાં જ પડીએ છીએ. મુળ વાત એ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ બંને સંતોને પોતાનું સમર્થન આપ્યું છે. કોઈ પણ સંત સામે તેમણે અણગમો કે વિવાદિત વાત નથી કરી હતી. પ્રેમાનંદ મહારાજ અને રામભદ્રાચાર્ય વિશે સારો અભિપ્રાય આપીને કહ્યું કે, સંતો વિશે કોઈ પણ વિવાદિત ટિપ્પણીઓ કરવી તે સનાતન ધર્મ માટે હાનિકારક છે.

પ્રેમાનંદ મહારાજ વિશે રામભદ્રાચાર્ચે શું કહ્યું હતું?
રામભદ્રાચાર્યે કહ્યું હતું કે, પ્રેમાનંદ મહારાજને વિદ્વાન કે ચમત્કારિક સંત નથી માનતા. તેઓ તેમના માટે બાળક જેવા છે. જો પ્રેમાનંદ મહારાજ ખરેખર ચમત્કારિક સંત હોય, તો આગળ આવીને સંસ્કૃતનો એક શ્લોક બોલ અથવા તો શ્લોકનો અર્થ સમજાવે.
પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા ક્ષણિક છે. સાચો સંત તે છે જે શાસ્ત્રોનું જ્ઞાન આપે છે અને શ્લોકોનો અર્થ સમજાવવાની ક્ષમતા ધરાવે છે, ફક્ત ભજન ગાનાર કે ઉપદેશ આપનાર વ્યક્તિ જ નહીં. પ્રેમાનંદ મહારાજ ભક્તિમાં મહાન હોઈ શકે છે, પરંતુ તેઓ શાસ્ત્રોનું જ્ઞાન આપવા અને તેમની ચર્ચા કરવા સક્ષમ નથી.
વિવાદિત નિવેદન આપ્યા બાદ રામભદ્રાચાર્યે એવું પણ કહ્યું હતું કે, તેમને પ્રેમાનંદ મહારાજ માટે કોઈ જ ઇર્ષાભાવ નથી. તેઓ અમારા બાળકો છે, જ્યારે પણ તેઓ આવશે, અમે તેમને ભેટીશું. કેટલાક વચેટિયાઓ તેમને લડાવીને સનાતનની છબી બગાડી રહ્યા છે. જ્યારે આ વાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો…બિહારમાં કોની સરકાર બનશે ? જગદગુરુ રામભદ્રાચાર્યએ આપ્યું આ મોટું નિવેદન…